• અજય દેવગણ અભિનીત ફિલ્મ દૃશ્યમના હક એક વરસ અગાઉ ચાઇનીઝ પ્રોડક્શન હાઉસે ખરીદ્યા હતા. હવે એક વરસ બાદ શીપ વિધાઉટ અ શેફર્ડ નામે સમગ્ર ચીનમાં 13 ડિસેમ્બર 2019ના રિલીઝ થઈ હતી. ફિલ્મ સુપરડુપર હિટ થઈ અને પહેલા જ અઠવાડિયામાં 31.13 મિલિયન યુએસ ડૉલરનો બિઝનેસ કર્યો હતો.
  • ભારતના હેવી વેઇટ બૉક્સ હવા સિંઘ જેઓ ભારતીય બૉક્સિંગના પિતામહ તરીકે પણ વિખ્યાત છે તેમની બાયોપિકનું પોસ્ટર તાજેતરમાં સલમાન ખાને લૉન્ચ કર્યું હતું. ફિલ્મમાં હવા સિંઘની ભૂમિકા સૂરજ પંચોલી ભજવી રહ્યો છે.
  • ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ ઍકેડેમી (IIFA) અવોર્ડ્સની 21મી એડિશન 27-29 માર્ચ 2020 દરમ્યાન ઇન્દોર ખાતે યોજાઈ રહી છે. આ અંગેની જાહેરાત ઇન્દોરમાં જન્મેલા દબંગ સ્ટાર સલમાન ખાને કરી હતી.
  • જાણીતા ગાયક બાદશાહ શૂટિંગ માટે જઈ રહ્યા હતા ત્યારે નેશનલ હાઇવે-1 પર સિરહિન્દ અને મંડી ગોબિંદગર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં તેમની મર્સિડીઝનો ખુરદો બોલી ગયો હતો પણ બાદશાહને કોઈ ઇજા થઈ નહોતી.
  • કરણ જોહરે તેમની આગામી ફિલ્મ તખ્તમાં કરીના કપૂરના પતિની ભૂમિકા માટે અક્ષય ઓબેરોય પર પસંદગી ઉતારી છે. અમેરિકામાં જન્મેલા ભારતીય પંજાબી અક્ષય ઓબેરોયે 2002માં અમેરિકન ચાયમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે અભિનયની શરૂઆત કરી હતી. ત્યાર બાદ રાજશ્રી પ્રોડક્શનની ઇસી લાઇફ મેં ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
  • ધૂમ ફિલ્મના અગાઉ ત્રણ ભાગ આવી ચુક્યા છે અને ત્રણે ફિલ્મો સુપરડુપર હિટ રહી છે. ફિલ્મ એટલી પૉપ્યુલર થઈ હતી કે રોડ પર ફુલસ્પીડમાં બાઇક ચલાવનારને પણ ધૂમ સ્ટાઇલ બાઇક ચલાવતો હોવાનું લોકો કહેવા લાગ્યા. હવે આ સિરીઝનો ચોથો ભાગ આવી રહ્યો છે જેમાં અક્ષય કુમાર જોવા મળશે.
  • અક્ષય કુમાર આજે ફરી ન્યુઝમાં ચમક્યો હતો. આમિર ખાનની વિનંતીને માન આપી લાલ સિંહ ચઢ્ઢા સાથે બૉક્સ ઑફિસ પરની ટક્કર ટાળવા સાજિદ નડિયાદવાલા અને અક્ષય કુમારે તેમની ફિલ્મ બચ્ચન પાંડેની રિલીની તારીખ પાછળ ઠેલવવાની જાહેરાત કરી હતી. હવે મળતા અહેવાલ મુજબ સોની પિક્ચર્સ ઇન્ડિયાએ મોટી કિંમતે ફિલ્મના થિયેટ્રિકલ રાઇટ્સ ખરીદ્યા હોવાનું જાણવા મળ્યું છે.
  • અભિનેતા કાર્તિક આર્યન હાલ ફુલ્ ફોર્મમાં હોવાનું જણાઈ રહ્યું છે. એની લવ આજકાલ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત આર્યને ઓર એક ધમાકો કર્યો છે. બસો કરોડની ક્લબમાં એન્ટ્રી કરનાર તાનાજી : ધ અનસંગ હીરો ફિલ્મના દિગ્દર્શક ઓમ રાઉતની આગામી ફિલ્મ માટે કાર્તિકને સાઇન કર્યો છે. મજાની વાત એ છે કે કાર્તિક પહેલીવાર ઍક્શન ફિલ્મમાં જોવા મળશે.
  • 2019માં આવેલી હીરોઇન અને ગીતો વગરની 100 ટકા ઍક્શનથી ભરપુર ફિલ્મ કૈથીની હિન્દી રીમેક માટે રિલાયંસ એન્ટરટેઇન્મેન્ટે ડ્રીમ વૉરિયર પિક્ચર્સના એસ. આર. પ્રકાશબાબુ અને એસ. આર. પ્રભુ સાથે સહયોગ કર્યો છે. કૈથી ગયા વરસની બ્લોકબસ્ટર તમિલ ફિલ્મ હતી.
  • અમેરિકાથી કેન્સરની સારવાર કરાવી પાછા ફરેલા રિશી કપૂરે તેમના ટ્વીટર અકાઉન્ટ પર જણાવ્યું હતું કે તેમને સાધારણ તાવ હતો. ડૉક્ટરે તપાસ દરમ્યાન એક પેચ જોવા મળ્યો હતો જેને કારણે ન્યુમોનિયા થવાની શક્યતા હોવાનું જણાવ્યું. કોઈ ગંભીર બાબત નથી અને ટૂંક સમયમાં સાજો થઈ જઇશ. હું મુંબઈમાં જ છું અને ટૂંક સમયમાં તમારા મનોરંજન માટે હાજર થઈશ. લવ યુ.