વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ ખાતે વિદ્યાર્થીઓ સાથેની વાતચીત દરમ્યાન સુભષ ઘઈએ કબુલ્યું હતું કે માધુરી દીક્ષિત અત્યાર સુધીની મારી બેસ્ટ સ્ટુડન્ટ છે.

માધુરી દીક્ષિત એની પહેલી ફિલ્મ અબોધ બાદ સુભાષ ઘઈને મળી તો તેમણે તુરંત એને ત્રણ ફિલ્મો માટે સાઇન કરી લીધી. આ ફિલ્મો હતી બ્લૉકબસ્ટર રામ લખન, પ્રેમ દિવાની અને ખલનાયક.

માધુરીએ પણ એના છેલ્લા ઇન્ટરવ્યુમાં કબુલ્યું હતું કે રામ લખનના શૂટિંગ દરમ્યાન એક નવોદિત અભિનેત્રી તરીકે એ સુભાષજી પાસે ઘણું શીખવા મળ્યું. અને એટલા માટે જ મને મારી કારકિર્દીની શ્રેષ્ઠ ભૂમિકાઓમાંની એક કહી શકાય એવી ખલનાયકની ભૂમિકા મળી.

બૉલિવુડની એ શ્રેષ્ઠ અભિનેત્રીમાંની એક છે અને એણે મેળવેલી સિદ્ધિઓને કારણે હું ગર્વની લાગણી અનુભવું છું. આજે એ ઑનલાઇન ડાન્સિંગ સ્કૂલ ચલાવી રહી છે અને હું ફિલ્મ મેકિંગ અને અલાઇડ કોર્સીસની ઇન્ટરનેશનલ સ્કૂલ ચલાવી રહ્યો છું.