દેશની અગ્રણી ઓટીટી બ્રાન્ડ જી-૫ પર કારગિલ યુદ્ધની કથા રજૂ કરવામાં આવશે. આ સિરીઝમાં પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધની વાત સાથે એક એવા નાયકની વાત કહેવામાં આવશે જે અત્યાર સુધી બહાર આવી નથી. બૉલિવુડના જાણીતા નિર્માતા બૉની કપૂર આ સિરીઝ સાથે ડિજિટલ વર્લ્ડમાં એન્ટ્રી કરી રહ્યા છે.

જી-૫ પર સ્ટ્રીમ થવા માટે તૈયાર આ નવી વેબ સિરીઝનું નામ છે જીદ. સિરીઝની વાત એક એવા કારગિલ હીરોની છે જેણે સૈન્યમાં ભરતી થવાથી લઈ ફોજમાં કામ કરતી વખતે અને એ પછી પણ એની જિંદગીમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. તાજેતરમાં સિરીઝનું પહેલું પોસ્ટર અને ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું.

વેબ સિરીઝની વાત છે કારગિલના હીરો મેજર દીપેન્દ્ર સિંહ સેંગરની. આ પાત્ર અમિત સાધ ભજવી રહ્યો છે. અમિતનું કહેવું છે કે આ વેબ સિરીઝ મારી કિરયરનો સૌથી મહત્ત્વનો પડાવ છે. સિરીઝ આમ તો આગામી ગણતંત્રના દિવસે રિલીઝ થશે પણ લોકોની ઉત્સુકતા અત્યારથી જ વધી રહી છે. મેં જ્યારે મેજર દીપેન્દ્ર સિંહની કથા પહેલીવાર સાંભળી કે તુરંત એ ભજવવા હું તૈયાર થઈ ગયો.

સત્યઘટના પર આધારિત જીદની કથા એક એવા તરવિરયા યુવાનની છે જેણે પોતાની કુનેહથી અશક્યને શક્ય બનાવ્યું.

નિર્માતા બૉની કપૂરની પહેલી વેબ સિરીઝ જીદમાં અમિત સાધ સાથે સુશાંત સિંહ અને અમૃતા પુરી પણ નજરે પડશે. સિરીઝનું દિગ્દર્શન કર્યું છે જાણીતા ઍડ ફિલ્મ મેકર વિશાલ મેંગલોરકરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here