ટપુ સેના પિત્ઝા પાર્ટીની ઉજવણી કેવી રીતે કરવી એની દુવિધામાં હતી. સોસાયટીના એકમેવ સેક્રેટરી આત્મારામ ભીડેએ તો લૉકડાઉનની ઘોષણા કરવાની સાથે પૂરી ગોકુળધામ સોસાયટીની સાથે ક્લબ હાઉસ પણ લૉક કરી દીધું. તો બીજી બાજુ ટપુ સેનાએ ગુપચુપ પિત્ઝા મગાવી પાર્ટી કરવાનું નક્કી કરી નાખ્યું.  પિત્ઝાનો ઑર્ડર તો અપાઈ ગયો અને એ અબ્દુલની દુકાનમાં પડ્યા હતા. ટપુ સેનાને કોઈ વિકલ્પ મળતો નથી અને ચર્ચા કરવા તેઓ ગાર્ડનમાં ભેગા થાય છે.

પિત્ઝા આવી ગયા છે અને ખાવા મળતા નથી એટલે ગોલી પરેશાન છે અને પિત્ઝા ખાવાની લલચાઈ રહ્યો છે. આખરે ટપુ સેના ગાર્ડનમાં જ પિત્ઝા પાર્ટી કરવાનું નક્કી કરે છે. બધા એનો અમલ કરવાની તૈયારીમાં હોય છે ત્યારે સોનુ બધાને એમ કરતા રોકે છે. સોનુ બધાને સમજાવે છે કે જો ભીડેને આ વાતનો અણસાર સુદ્ધાં આવ્યો તો પૂરી ટપુ સેના મુસીબતમાં મુકાઈ જશે.

પિત્ઝા જેવા મજેદાર આ ટ્રેકમાં ટપુ સેના આખરે કઈ હાલતમાં પિત્ઝાની જયાફત ઉડાવશે એ જોવું ઘણું રસપ્રદ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here