17 ફેબ્રુઆરીથી ડિઝની પ્લસ હૉટસ્ટાર પર પ્રસારિત થનારી વેબ સિરીઝ અ થર્સડેમાં નેહા ધુપિયા એક ગર્ભવતિ મહિલા પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. આ પ્રકારની ભૂમિકા ભજવવાની પ્રેરણા નેહાને ક્યાંથી મળી?
નેહા ધુપિયા કહે છે કે, એસીપી કેથરીન અલ્વારેઝની ભૂમિકા ભજવવા પહેલાં હું લિયર રજ અભિનીત હિટ એન્ડ રન નામનો હિટ શો જોઈ રહી હતી. એમાં ટલી નામનું કેરેક્ટર છે જે ગર્ભવતિ છે અને એની જાણ દર્શકોને છે. પહેલા બે સીન બાદ, તમે એની જેમ જીવવા લાગો છો જેમ તમે અન્ય પાત્રોને પણ જીવો છો. જ્યાં સુધી એ કેરેક્ટરની વાત છે તો મારા માટે ઘણું રિલેટેબલ હતું. અમે પ્રેગ્નન્સી સાથે ઑવર ધ ટૉપ કર્યું નથી. કારણ, તમે ગર્ભવતિ છો, અને અન્યોની તુલનાએ તમે વધુ મહેનત કરો છો, પરંતુ રેફરન્સ પોઇન્ટ એટલો શક્તિશાળી હતો કે તમને જાણ છે કે હું પહેલાં પણ ગર્ભવતિ રહી ચુકી છું.
આ થોડું મુશ્કેલ હતું અને અસહજ પણ. તમે જે કોઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હો. પણ મેં હંમેશા રેફરન્સ પોઇન્ટને પોલીસ તરફ વધુ રાખ્યો હતો અને મારી ફિઝિકલ ચેલેન્જિંગ તરફ ઓછું. કારણ કોઈ પણ કેસમાં હું ગર્ભવતિ છું એ બાબત એટલી સ્વાભાવિક બને છે કે મારે હકીકતમાં વધુ જહેમત લેવી પડી નહોતી.
કિંડર ગાર્ટનની એક શિક્ષિકા નયના (યામી ગૌતમ) જે અચાનક ક્લાસમાં કિલ્લોલ કરતા બાળકોને બંધક બનાવે છે. નયનાએ આવું પગલું કેમ ભર્યું? એનો ઇરાદો શું છે? જેવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આ એક એવી વાર્તા છે જેમાં માનવીના સ્વભાવની અંધારી બાજુ, ઘટનામાં આવતા અણધાર્યા વળાંકો અને સિક્રેટિવ સ્કીમને રજૂ કરે છે.
બેહજાદ ખંભાટા દ્વારા દિગ્દર્શિત, ડિઝની પ્લસ હૉટસ્ટાર ફીચર આરએસવીપી મૂવીઝ અને બ્લુ મંન્કી ફિલ્મ્સ દ્વારા નિર્મિત અ થર્સડેમાં યામી ગૌતમ, નેહા ધુપિયા ઉપરાંત અતુલ કુલકર્ણી અને ડિમ્પલ કાપડિયા સહિત અન્ય કલાકારો જોવા મળશે.