કાર્તિક આર્યનની ફિલ્મ ફ્રેડી રિલીઝ પહેલાં જ ચર્ચામાં આવી છે. ફિલ્મના રિલીઝ કરાયેલા પહેલાં પોસ્ટરમાં કાર્તિક આર્યનને ડૉ. ફ્રેડી જીનવાલા તરીકે દર્શાવવામાં આવ્યો છે, જે એના હાથમાં દાંતનું ચોકઠું લઈને ઊભેલો જોવા મળે છે. એનો આ લૂક લોકોને ઘણો પસંદ પડ્યો છે. તો હવે નિર્માતાઓએ ફિલ્મનું પહેલું ગીત કાલા જાદુ રિલીઝ કર્યુ છે. દર્શકોના મળી રહેલા જબ્બર પ્રતિસાદને પગલે કાર્તિકે એના ચાહકોનો આભાર માનતા લખ્યું, #કાલા જાદુ ઊંચી ઉડાન ભરી રહ્યુ છે. આપ સર્વેના પ્રેમ-લાગણી માટે ખૂબ ખૂબ આભાર.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અભિનેતાએ ટ્વીટર અકાઉન્ટ પર કાલા જાદુનો મ્યુઝિક વિડિયો શેર કર્યો હતો. ટ્વીટ પર એણે લખ્યું હતું કે ચાહકોને ભૂલભૂલૈયા-2માં એનું ઝિગ ઝેગ પસંદ આવ્યું હતું અને હવે એ કાલા જાદુમાં ચૉપર સ્ટેપ રજૂ કરી રહ્યો છે. હવે તમારી આતુરતાનો અંત આવ્યો છે… ચૉપર સ્ટેપ આવી ગયા. મારી પસંદગીની ત્રિપુટી પ્રીતમ, અરિજિત, ઇરશાદ સાથે આપ સર્વેએ મારા ઝિગ ઝેગને નેશનવાઇડ બનાવ્યું, હવે તમારા માટે ચૉપર સ્ટેપ કાલા જાદુ લઈને આવ્યા છીએ.
ફ્રેડીનાં કાલા જાદુનાં ગીતને પ્રીતમે તૈયાર કર્યું છે અને એને અરિજિત સિંહ અને નિકિતા ગાંધીએ ગાયું છે. ગીતના શબ્દો ઇરશાદ કામિલે લખ્યાં છે. શશાંક ઘોષ દ્વારા દિગ્દર્શિત ફ્રેડી એક થ્રિલર ફિલ્મ છે.
બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડ, એનએચ સ્ટુડિયોઝ અને નોર્ધન લાઇટ્સ ફિલ્મ દ્વારા નિર્મિત, કાર્તિક આર્યન અને અલાયા એફ અભિનીત ફ્રેડી બીજી ડિસેમ્બરે ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થશે.
ગીત જોવા નીચેની લિન્ક પર ક્લિક કરો
https://www.youtube.com/watch?v=RHYKhnSf1is