કિયારા અડવાણી અને કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ ભૂલભૂલૈયા-2નું શૂટિંગ આજે ધામધૂમથી શરૂ થયું છે. પરંતુ શૂટિંગના પહેલા દિવસે જ સેટ પરથી કિયારા અડવાણી અને કાર્તિક આર્યનના ફોટા લીક થવા લાગ્યા છે. ફિલ્મમાં કાર્તિક અને કિયારા એકદમ અલગ લૂકમાં જોવા મળે છે.

ફોટામાં કિયારા લાલ ચણિયા-ચોળીમાં દેખાય છે તો પાછળ ફિલ્મની પૂરી કાસ્ટ નજરે પડે છે. ફોટો જોઈને એવું લાગી રહ્યું છે કે કિયારા ગામડાની ગોરીનું પાત્ર ભજવી રહી હશે.

તો કાર્તિકનો લૂક પણ ઘણો અલગ છે. એના માથા પર રાજસ્થાની પાઘડીની સાથે ઢીલા કુર્તામાં દેખાય છે. ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા અગાઉ નિર્માતાએ પૂજાનું આયોજન કર્યું હતું. પૂજા બાદ નિર્માતાએ કાર્તિક અને કિયારાના ફર્સ્ટ લૂક રિલીઝ કર્યા હતા.

ભૂષણકુમાર અને મુરાદ ખેતાની નિર્મિત ફિલ્મ ભૂલ ભૂલૈયા-2ના દિગ્દર્શક છે અનીસ બઝમી. ટી સિરીઝ અને સિને-1 સ્ટુડિયોઝ બેનર હેઠળ બની રહેલી ભૂલભૂલૈયા-2 31 જુલાઈ 2020ના રિલીઝ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here