આર-વિઝનના મેનેજિંગ ડિરેક્ટર રવિન્દ્ર સિંહે મ્યુઝિક વિડિયો ઇસ કદર પ્યાર હૈનું પહેલું પોસ્ટર તાજેતરમાં રિલીઝ કર્યું હતું. આલ્બમમાં ટિકટૉક સ્ટાર યાદીત આચાર્ય અને રિયા કિશનચંદાની જોવા મળશે. આલ્બમનું શૂટિંગ ગોવાના રમણીય લોકેશન પર કરવામાં આવ્યું છે.

રવિન્દ્ર સિંહે ગાયેલાં ગીતના રી-કમ્પોઝર છે અમનદીપ. આલ્બમનું દિગ્દર્શન કર્યું છે સુનીલ ધર્માધિકારીએ.

રવિન્દ્ર સિંહે ટિકટૉક સ્ટાર્સ યાદીત આચાર્ય અને રિયા કિશનચંદાનીને પહેલીવાર આલ્બમમાં ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. રવિન્દ્ર સિંહે બંને કલાકાર અને સમગ્ર ટીમની પ્રશંસા કરતા કહ્યું હતું કે તેમણે પુષ્કળ મહેનત કરી છે અને મને પૂરો વિશ્વાસ છે કે આલ્બમને દર્શકો વધાવી લેશે.

ગાયક-નિર્માતા રવિન્દ્ર સિંહ સંગીતનો જીવ છે અને અત્યાર સુધીમાં તેઓ અનેક ગીત અને મ્યુઝિક વિડિયો તેમની કંપની આર-વિઝન બેનર હેઠળ આપી ચુક્યા છે. તેમનો છેલ્લો મ્યુઝિક વિડિયો હતો મુંડે બદને સારે જે સુપરહિટ થયો હતો. ઇસ કદર પ્યાર હૈ 3 મે 2020ના રિલીઝ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here