શાહરુખ ખાન, દીપિકા પદુકોણ અને જ્હૉન અબ્રાહમની પઠાન વિરોધ વચ્ચે ભારે પોલીસ બંદોબસ્ત સાથે રિલીઝ થઈ. ચાર વરસ બાદ શાહરુખની ફિલ્મ રિલીઝ થઈ રહી હોવાથી એના ચાહકોની સાથે ફિલ્મના રસિયાઓ પણ ઘણા એક્સાઇટેડ છે. ફિલ્મમાં શાહરુખ, દીપિકા અને જ્હૉન અબ્રાહમ જબરજસ્ત ઍક્શન કરતા જોવા મળશે. તો ઇન્ડસ્ટ્રીના ભાઈ સલમાન ખાનનો કેમિયોની પણ મોજ દર્શકોને માણવા મળશે.
અમદાવાદના આશ્રમ રોડ સ્થિત સિટી ગોલ્ડ થિયેટર ખાતે બેનર લઈને પઠાનને આવકારી રહેલા શાહરુખ ખાનના હાર્ડકોર ચાહકો
પઠાન આજે રિલીઝ થઈ રહી હોવાથી ક્યાંક વિરોધ પ્રદર્શન થયા હોવાના અહેવાલો છે તો શાહરુખ ખાનના હાર્ડકોર ફેન્સ બેનર લઈને તેમના પ્રિય અભિનેતાને આવકાર આપતા જોવા મળ્યા. તો ફિલ્મ જોવા જનારા દર્શકો તેમની ટિકિટ, ફિલ્મના ફોટોગ્રાફ્સ, વિડિયો સોશિયલ મીડિયા પર શેર કરી શાહરુખ પ્રત્યેની તેમની દીવાનગી દર્શાવી રહ્યા છે.
શાહરુખ ખાન આ ફિલ્મથી ચાર વરસ બાદ મોટા પરદે પાછો આવી રહ્યો છે. ફિલ્મના ટીઝરમાં શાહરુખની દિલધડક ઍક્શન જોવા મળી હતી.
ક્યાંક થઈ રહ્યો છે બહિષ્કાર
પઠાનના પહેલા શો બાદ દર્શકોના રિએક્શનને જોઈ એક્ઝિબિટર્સે એની સ્ક્રીન્સ વધારવાનો નિર્ણય લીધો છે. ભારતમાં 5200 સ્ક્રીન્સ પર ફિલ્મ રિલીઝ થઈ હતી એમાં હવે 300 સ્ક્રીનનો વધારો કરવામાં આવ્યો છે. હવે દેશભરમાં 5500 સ્ક્રીન પર તો વિશ્વભરમાં આઠ હજાર સ્ક્રીન્સ પર ફિલ્મ દર્શાવાઈ રહી છે.