નવું ગરબા ગીત ‘માના રથડા’ રિલીઝ કરવા પર પ્રતિભાશાળી ગાયક દિવ્ય કુમારએ જણાવ્યું, “આ એક આનંદિત, લેઝિમ બીટ્સના ફ્યુઝન સાથેનું ગરબા ગીત છે જે મારી મિત્ર પ્રિયા સરૈયાએ સુંદર રીતે લખ્યું છે. પ્રિયા અને મેં નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં 10 થી વધુ વર્ષોથી પરફોર્મ કર્યું છે, તેથી આ તહેવાર મારા હૃદયની ખૂબ જ નજીક છે અને દર વર્ષે હું ગરબા ગીતો ગાઈને “માતાજી” ના આશીર્વાદ લેવા માંગું છું.”
તેમણે ગીત વિષે વધુમાં ઉમેર્યું, “મેં લોકડાઉન દરમિયાન ‘માના રથડા ’ કંપોઝ કર્યું હતું અને મને ખુશી છે કે તે ટિપ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ પર રિલીઝ થયું છે. ટીપ્સ સાથે ગીતો કરવામાં મને હંમેશા આનંદ થયો છે.”