મલાડ મસ્તી 2022 ઈવેન્ટ ઈનઓર્બિટ મૉલ, મલાડ વેસ્ટ પાસે યોજાઈ હતી જ્યાં કાજોલ, વિશાલ જેઠવા, રેમો ડિસોઝા, રાઘવ જુયાલ, ધ્વની ભાનુશાલી, અલી અસગર, ચિંકી મિંકી, મધુર શર્મા, રિદ્ધિમા તિવારી, ડૉ. અનિલ મુરારકા સહિત અનેક સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહી હતી. આ ઇવેન્ટનો ઉદ્દેશ ઘરમાં મોબાઇલ સાથે બેસી રહેવાને બદલે બહાર જઈને મિત્રોને મળવું, નવા સ્થળો જોવા જેવી અનેક પ્રવૃત્તિઓને માણવા જેવી બાબતો પ્રત્યે જાગૃત કરવાનો છે.
વિધાનસભ્ય અસલમ શેખે જણાવ્યું હતું કે, આ વર્ષના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય અને સંદેશ બાળ શોષણ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. મહત્વની વાત એ છે કે લોકોને જાગૃત કરવામાં આવે અને સમાજની દુષ્ટ શક્તિઓથી બાળકોનું રક્ષણ થાય.
મલાડ મસ્તી તેના પાંચમા વર્ષમાં પ્રવેશ્યો છે અને એના પ્રાયોજક છે ગૉલ્ડ મેડલ સ્વિચ. કાજોલ અને વિશાલ જેઠવાએ તેમની ફિલ્મ સલામ વેન્કીને પ્રમોટ કરી હતી. તો અલી અસગરે લોકોનું મનોરંજન કરવાની સાથે સેલ્ફી ક્લિક કરી. ધ્વની ભાનુશાળીએ તેના નવા ગીતને પ્રમોટ કર્યું અને કૉન્સેપ્ટની પ્રશંસા કરી. રેમો ડિસોઝા અને રાઘવ જુયાલે ઉપસ્થિત દર્શકો સાથે ચર્ચાનો દોર ચલાવ્યો હતો. મલાડ મસ્તીના મજદાર આયોજન માટે વિધાનસભ્ય અસલમ શેખને શુભેચ્છાઓ આપી હતી.