બૉલિવુડના જાણીતા કારિયોગ્રાફર અને ફિલ્મ દિગ્દર્શક રેમો ડિસોઝા વિરૂદ્ધ ગાઝિયાબાદની કોર્ટે બિનજામીનપાત્ર વૉરન્ટ જારી કર્યું છે. રેમો પર એક વ્યક્તિ સાથે પાંચ કરોડની છેતરપીંડીનો કરી હોવાનો આક્ષેપ છે. કોર્ટમાં આ મામલે થયેલી સુનાવણી દરમ્યાન ગાઝિયાબાદ કોર્ટે રેમો વિરૂદ્ધ વૉરન્ટ જારી કર્યું હતું.

ગાઝિયાબાદના સિહાની ગેટ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા વિસ્તારમાં રહેતા સતેન્દ્ર ત્યાગીએ આક્ષેપ કર્યો છે કે રેમોએ ફિલ્મોમાં રોકાણ કરવાના બહાને એની પાસેથી લગભગ પાંચ કરોડ રૂપિયા પડાવી લીધા છે. મળતા અહેવાલ મુજબ ૨૦૧૩માં સતેન્દ્ર ત્યાગી મુંબઈમાં રેમો ડિસોઝાને મળ્યા ત્યારે પૈસા પણ આપ્યા હતા. સતેન્દ્રનો આક્ષેપ છે કે પૈસા પાછા માંગતા રેમો ડિસોઝાએ એના પર જીવલેણ હુમલો પણ કરાવ્યો હતો.

પોતાની સાથે થયેલી છેતરપીંડી બાદ ૨૦૧૬માં સતેન્દ્રએ કોર્ટના આદેશને પગલે રેમો ડિસોઝા વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો જેની સુનાવણી ગાઝિયાબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી રહી હતી. સુનાવણી દરમ્યાન આપેલ તારીખો પર રેમો કોર્ટમાં હાજર ન થતા નારાજ કોર્ટે આખરે બિનજામીનપાત્ર વૉરન્ટ જારી કર્યું હતું. ટૂંક સમયમાં ગાઝિયાબાદ પોલીસ મુંબઈ આવવા રવાના થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here