દર અઠવાડિયે ડાન્સના અફલાતૂન પર્ફોર્મન્સથી દર્શકોનું મનોરંજન કરી રહેલા રિયાલિટી શો સુપર ડાન્સર ચૅપ્ટર-3ના વિજેતાની જાહેરાત કરવામાં આવી હતી. કોલકાતાની છ વરસની રૂપસા બાતાબ્યાલને વિજેતાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. જ્યારે મુંબઈના તેજસ વર્મા રનર અપ જાહેર કરાયો. ગ્રૅન્ડ ફિનાલે એટલે સ્પર્ધકો અને તેમના ગુરૂઓના ધમાકેદાર પર્ફોર્મન્સને કારણે નાઇટ યાદગાર બની ગઈ હતી. જજીસ અનુરાગ બસુ, શિલ્પા શેટ્ટી અને ગીતા કપૂરની સાથે હૉસ્ટ રિત્વિક ધનજાની તથા ટીઆરપી મામા (પરિતોશ ત્રિપાઠી)ને કારણે સમગ્ર પ્રવાસ મજેદાર બન્યો હતો.

શિલ્પા શેટ્ટીએ પહેલીવાર સુપર ડાન્સર ચૅપ્ટર-3ના સેટ પર ટીવી માટે ભરતનાટ્સ પર્ફોર્મ કર્યું હતું. જ્યારે કૉમિક ટાઇમિંગ માટે જાણીતા કૃષ્ણા અભિષેકે દર્શકોને મૂડમાં લાવી દીધા હતા. તો ધર્મેશ સર અને રાઘવ જુયાલે સ્પર્ધકોનું મનોબળ વધાર્યું હતું.

સોની એન્ટરટેઇન્મેન્ટ ટેલિવિઝન તરફથી વિજેતા બનેલી રૂપસાને પ્રતિષ્ઠિત ટ્રોફીની સાથે 15 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. જ્યારે નિશાંતને પાંચ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here