સોશિયલ મીડિયા પર એક્ટિવ સેલેબ્સમાંના એક અમિતાભ બચ્ચનની મોટાભાગની ટ્વીટ હિન્દીમાં હોય છે. એટલું જ નહીં, તેઓ આ પ્લેટફોર્મ પર કવિતા અને ફ્લેશબેક સ્ટોરી પણ અપલોડ કરતા રહે છે. તાજેતરમાં અમિતાભે એક ટ્વીટ પોસ્ટ કર્યું હતું એનો સ્ક્રીન શોટ શેર કરી એ પોતાનો રાઇટ અપ હોવાનું એક રાઇટરે જણાવ્યું. રાઇટરે પોસ્ટ પર મજાક કરતા લખ્યું, ૩૨ રૂપિયા તો મારા પણ બને છે ગુરૂ. પ્રબુદ્ધ સૌરભે આ પોસ્ટ પર બિગ બી અને કુમાર વિશ્વાસને ટૅગ કર્યા હતા.

અમિતાભ બચ્ચને તેમના ટ્વીટર પર હિન્દીના વખાણ કરતા લખ્યું હતું કે હિન્દી નાયાબ છે છૂ લો તો ચરણ, અડા દો તો ટાંગ, ધસ જાય તો પૈર, આગે બઢાના હૈ તો કદમ, રાહમે ચિન્હ છોડે તો પદ, પ્રભુ કે હો તો પાદ, બાપ કી હો તો લાત, ગધે કી પડે તો દુલત્તી, ઘુંઘરૂ બાંધ દો તો પગ, ખાને કે લિયે ટંગડી, ખેલને કે લિયે લંગડી…

આ પોસ્ટને રી-ટ્વીટ કરતા પ્રબુદ્ધ સૌરભે જણાવ્યું કે આ તેમણે ૨૦૧૭માં લખી હતી. એ સાથે પ્રબુદ્ધ સૌરભ મજાકમાં લખ્યું કે ૩૨ રૂપિયા તો બનતા હૈ ગુરૂ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here