ગલી બૉયમાં રણવીર સિંહ સાથે ચમકનાર સિદ્ધાંત ચતુર્વેદીની આગામી ફિલ્મ ઍક્શનથી ભરપુર હશે તો બીજી ફિલ્મ કૉમેડી છે. સિદ્ધાંતના કહેવા મુજબ એ ફરી એક્સલ એન્ટરટેઇન્મેન્ટ સાથે કામ કરી રહ્યો છે. એની પહેલી ફિલ્મ પણ એક્સલ સાથે જ કરી હતી. એ સાથે ખુલાસો કરતા સિદ્ધાંત કહે છે કે હું એક ફિલ્મ એક્સલ સાથે કરી રહ્યો છું પણ એ મારી આગામી ફિલ્મ નથી.

ગલા બૉયમાં એકદમ ફિટ દેખાતા સિદ્ધાંતે એનું રહસ્ય જણાવતા કહ્યું હતું કે એ ફિટનેસ માટે કદી જિમમાં જતો નથી.. હું મોટા ભાગે કેલિસ્થેનિક્સ, માર્શલ આર્ટ અને પાકરર કરે છે. મારી કસરત એકદમ પ્રાકૃતિક છે જેમ કે હીંચકા ખાવા, દોડવું, પુશ-અપ્સ વગેરે. માત્ર બાઈસેપ્સને પંપ કરવા અને કંઇક આ પ્રકારની ચીજો કરવા જિમમાં જવું મારા માટે કંટાળાજનક છે. કસરત ઉપરાંત મને ફૂટબાલ રમવાનું પસંદ છે. નાનપણથી જ રમતગમતમાં મને રૂચિ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here