ચકરી ફિલ્મમાં જોવા મળશે સુરતની અંધાૈરી આલમની દિલધડક વાતો
1970ના દાયકામાં સુરતમાં ભાઈલોગની દુનિયાની શગ બને મુંબઈ સ્થિત ફિલ્મ નિર્માતા એક ફિલ્મ લઇને આવી રહ્યાં છે. ફિલ્મનું નામ છે ‘ચકરી’ સુરતમાં એક સમયે શૌદ ચક્કાનું એક ચક્રી શાસન હતું. ફિલ્મના ટ્રેલરમાં જોવા મળે છે તેમ ચકરીની ભૂમિકા અરબાઝ ખાન કરી રહ્યો છે જ્યારે મહેમુદ પવાલાની ભૂમિકામાં અમિત ગૌર જોવા મળવાનો છે.
આ ઉપરાંત કોમેડીયન અને અભિનેતા અલી અસગર થાકુબની ભૂમિકામાં જોવા મળવાનો છે, જ્યારે ફિરોઝ અબ્બાસી મહેબૂબની ભૂમિકામાં જોવા મળવાનો છે.
એક સમયે આ ત્રણેયનું સુરતમાં સામાય હતું અને તેમના નામનો ડંકો વાગતો હતો. મટકા અને સટ્ટા માટે તે સમયે સુરતમાં મોટું નેટવર્ક હતું. ફિલ્મના પ્રોડ્યુસર, સ્ટોરી અને ડાયરેક્ટર તરીકે ખૂબૈબ અબ્બાસી છે. ખૂબૈબ અબ્બાસી પિકચર્સ દ્વારા ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે.
પહેલી વાર ફિલ્મના પરદે સુરતના ભાઈલોગનું ફિલ્માંકન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના ડોન લતીફના જીવન પર શાહરુખ અભિનિત ફિલ્મ રઈસ બની હતી. આ ફ્લિમ બોક્સ ઓફિસ હીટ રહી હતી. ચકરી ફિલ્મના રિલીઝની તારીખ જાહેર કરવામાં આવી નથી.