ગુજરાતના જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર કે.પી. રાજકુમાર, કલ્પેશ ક્રેઝી ગાંડો, મયુર ક્રેઝી ગાંડો દ્વારા નેક્સમની ઍપના સહયોગમાં ખાસ સેલિબ્રિટી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલા બીબીપુરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. ટુર્નામેન્ટનો હેતુ ગુજરાતના જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝરની એકતા જાળવવાની સાથે સામાજિક કાર્યોમાં સહભાગી બની શકે એ માટેનો હતો.
ગુજરાતના ઇન્ફ્લુએન્ઝર્સની સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા મયુર ચૌહાણ, નીરવ કલાલ ઉપરાંત અભિનેત્રી જીનલ રાવલે પણ ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. એટલું જ નહીં, પહેલીવાર ગુજરાતની મહિલા ઇન્ફ્લુએન્ઝર્સે પણ ટુર્નામેન્ટમાં ભાગ લીધો નહોતો પણ વિજેતા પણ બન્યાં હતાં.
ઇન્ફ્લ્યુએન્ઝર ક્રિકેટ ટુર્માનેન્ટના આયોજનમાં નેક્સમની ઍપના ગૌરવ સાવલિયા દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી. નેક્સમની ઍપ હાલ ચાલીસ લાખથી વધુ યુઝર્સ ધરાવે છે અને આગામી થોડા વરસોમાં પાંચ કરોડથી વધુ યુઝર્સ સુધી પહોંચવાનું લક્ષ્યાંક ધરાવે છે.