પીઢ દિગ્દર્શક મણિરત્નમની મેગ્નમ ઓપસ પોન્નિયન સેલ્વનનો પહેલો પાર્ટ બૉક્સ ઑફિસ પર બ્લૉકબસ્ટર પુરવાર થઈ હતી. મણિરત્નમના પ્રશંસકોએ જ નહીં, ફિલ્મ ક્રિટિક્સે પણ ચોલ રાજવંશની કથાને લોકપ્રિય કલાકારોને લઈ ભવ્યતાની સાથે દર્શાવવા બદલ એક સૂરે વખાણી હતી. હવે મણિરત્નમ ફિલ્મના બીજો પાર્ટ લઈને આવી રહ્યા છે. પોન્નિયન સેલ્વન ટુનું ટ્રેલર અને મ્યુઝિક બુધવારે રાત્રે ચેન્નઈ સ્થિત ખીચોખીચ ભરાયેલા જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે ફિલ્મના કલાકાર-કસબીઓની ઉપસ્થિતિમાં લૉન્ચ કરવામાં આવ્યુ હતું.
28 એપ્રિલ, 2023ના રિલીઝ થઈ રહેલી પીએસ-2માં પણ પહેલા પાર્ટની સ્ટારકાસ્ટને રિપીટ કરવામાં આવી છે, કારણ પહેલા ભાગનો જ્યાં અંત આવ્યો હતો ત્યાંથી જ બીજા ભાગની શરૂઆત થશે. પીએસ-2માં ઐશ્વર્યા રાય બચ્ચન (ડબલ રોલ), ચિયાન વિક્રમ, કાર્થી, તૃષા કૃષ્ણન અને જયરામ રવિ મુખય ભૂમિકામાં છે. ઉપરાંત સારા અર્જુન, અર્જુન ચિદમ્બરમ, અશ્વિન કાકુમનુ, અશ્વિન રાવ, પ્રકાશ રાજ, મકરંદ દેશપાંડે પણ મહત્ત્વની ભૂમિકામાં છે.
પોનીયિન સેલવાન પ્રખ્યાત તમિલ લેખક કલ્કી કૃષ્ણમૂર્તિની 1950 અને 1954ના સમયગાળા પાંચ પાંચ ભાગમાં પ્રસિદ્ધ થયેલી નવલકથા પર આધારિત છે. લાયકા દ્વારા નિર્મિત ફિલ્મનું સંગીત એ. આર. રહેમાનનું છે.
ફિલ્મTrailer Link: