ફ્રાન્સમાં દર વરસે યોજાતા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બૉલિવુડની હીરોઇનો પોતાનો જલવો દર્શાવવામાં કોઈ કસર છોડતી નથી. આ વરસે અત્યાર સુધીમાં દીપિકા પદુકોણથી લઈ કંગના રનૌત, પ્રિયંકા ચોપરા દુનિયા સમક્ષ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુકી છે. હવે ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય બચ્ચને પણ પોતાની હાજરી પુરાવી. ગોલ્ડન મર્મેડ લૂકમાં આવેલી ઐશ્વર્યાનો લૂક ફૅશનની દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

72મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પુત્રી આરાધ્યા સાથે આવેલી ઐશ્વર્યા સોનેરી કલરના લાંબી ટ્રેલવાળા મેટલિક ગાઉનમાં આવેલી અભિનેત્રી જળપરી જેવી આકર્ષક દેખાઈ રહી હતી. જ્યારે આરાધ્યાએ પણ પીળા કલરનો એસિમિટ્રિકલ ડ્રેસ પહેર્યો હતો.  ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કરેલા ફોટો સાથે કેપ્શનમાં લખ્યું હતું, હંમેશા મેરી સનશાઇન…લવ યુ.

ઐશ્વર્યાએ જીન-લુઇસ સબાજીના ડ્રેસની સાથે ન્યૂડ લિપ શેડ, બૉલ્ડ મસ્કરા અને ખુલ્લા વાળ સાથે પોતાનો લૂક પૂરો કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here