બિહારીભાઇ હેમુભાઈ ગઢવી, રાજેન્દ્રભાઈ હેમુભાઈ ગઢવી અને અનિલભાઈ હેમુભાઈ ગઢવીનાં માતુશ્રી અને લોકસંગીતના ભીષ્મપિતામહ સ્વ. હેમુભાઈ ગઢવીનાં પત્ની હરિબા હેમુભાઈ ગઢવીનું આજ રોજ તા.૦૫\૦૩\૨૦૨૦ ગુરૂવારના દુઃખદ નિધન થયું છે. સ્વર્ગસ્થની અંતિમવિધિ આજે સાંજે રામનાથપરા સ્મશાનઘાટે કરવામાં આવી હતી.

રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનના હસ્તે શ્રેષ્ઠ લોકસંગીતનો પુરસ્કાર ઉપરાંત ગુજરાત સરકારનો શ્રેષ્ઠ લોકગાયકનો ગૌરવ પુરસ્કાર મેળવનાર હેમુ ગઢવીના મન મોર બની થનગાટ કરે… મારૂં વનરાવન છે રૂડું… શિવાજીનું હાલરડું… અમે મહિયારા રે… કાન તારી મોરલિયે જેવા ગીતો આજેય લોકોના હૈયે વસેલા છે. એ સાથે લોક સહિત્યને ગુજરાતના ઘરે ઘરે પહોંચતું કરનાર હેમુભાઈ ગઢવીને આજેય લોકસંગીતના ચાહકોના દિલમાં વસી રહ્યા છે.

માત્ર 36 વર્ષની ઉંમરે અવસાન પામેલા હેમુ ગઢવીના પુત્ર બિહારી હેમુ ગઢવીએ લોકસાહિત્યનો પિતાનો વારસો જાળવ્યો છે.