ઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમ 13 માર્ચે રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં જેમાં મહિલાઓના સપનાઓને સાકાર કરવા માટેનો સંદેશ આપતું ગીત કુડીનૂ નચને દે..ને પ્રમોટ કરવા એક-બે નહીં પૂરી આઠ હીરોઇનો આગળ આવી છે. ફિલ્મનાં ગીતને પ્રમોટ કરવા કેટરિના કૈફ, આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા, જાહ્નવી કપૂર, અનન્યા પાંડે, કિયારા અડવાણી, કૃતિ સેનન અને ફિલ્મની અભિનેત્રી રાધિકા મદાન સામેલ છે.

ઇરફાન ખાન બિમારીને કારણે ફિલ્મનું પ્રમોશન કરી શકતા નથી. જોકે એમના સન્માન માટે પણ આ હીરોઇનો આગળ આવી છે. હોમી અડજાણિયા દિગ્દર્શિત ફિલ્મનું સંગીત સચિન જીગરે આપ્યું છે તો આ ગીત ગાયું છે વિશાલ દદલાનીએ.

ફિલ્મ અંગે નિર્માતા દિનેશ વિજન કહે છે કે, આ પ્રકારના સહયોગને બૉલિવુડ અન્ય ઇન્ડસ્ટ્રી કરતા મુઠી ઉંચેરી પુરવાર થાય છે.

ગીત અંગે અભિનેત્રીઓ શું કહે છે…

કિયારા અડવાણી

આ ગીત તમામ યુવતીઓનો અવાજ છે. જે કહે છે, અમને બસ અમારી રીતે રહેવા દો, જિંદગીનો આનંદ અમારી રીતે લેવા દો.

અનુષ્કા શર્મા

હોમીએ જ્યારે મને ગીત મોકલ્યું ત્યારે એ લૂપ પર હતું અને અત્યારે પણ છે. આ ગીત બધાને સુપર હેપ્પી કરનારૂં છે.

રાધિકા મદાન

એક યુવતીની પાંખો ન કાપો. એને ઊંચી ઉડાન ભરવા દો. જુઓ એ દુનિયાને એક જાદુઈ જગ્યા બનાવી દેશે.

આલિયા ભટ્ટ

મને આ ગીત ઘણું પસંદ છે અને એણે મને ઊંચી ઉડાન ભરવા માટે પ્રેરિત કરી. એના શબ્દો ઘણા સાર્થક છે.

કેટરિના કૈફ

ઇરફાન અને હોમી મારી પસંદગીના લોકોમાંના છે. એટલે જ્યારે તેમણે મને ફોન કર્યો તો હું તુરંત તૈયાર થઈ ગઈ.આપણે જ્યારે કોઈના માટે કંઇક કરી શકતા હોઇએ તો ચોક્કસ કરવું જોઇએ. ઇન્ડસ્ટ્રીનો મિજાજ આવો જ હોવો જોઇએ.

જાહ્નવી કપૂર

ઇરફાને અમને બધાને ઘણું આપ્યું છે અને અમે એ વહેલી કે તંદુરસ્ત હાલતમાં જોવા માંગીએ છીએ. ફિલ્મમાં તેમણે પિતાની ભૂમિકા ભજવી છે જે તેમની પુત્રી માટે કોઈ પણ હદે જતા હોય છે.

અનન્યા પાંડે

આ તમામ વયજૂથની યુવતીઓ માટે પર્ફેક્ટ ગીત છે. આ નિશ્ચિત મારૂં ગીત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here