ગુજરાતી ફિલ્મોના જાણીતા કૉમેડિયન કેસ્ટો ઇકબાલનું આજે (સોમવાર, તા. 16-3-20)ના દુખદ અવસાન થયું. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા કૉમેડિયનો રમેશ મહેતા, પી. ખરસાણી, દીનુ ત્રિવેદી, નારણ રાજગોર બાદ કેસ્ટો ઇકબાલે પોતાની આગવી સ્ટાઇલથી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવ્યું હતું. દોઢસોથી વધુ ફિલ્મો કરનાર કેસ્ટોએ અનેક શોર્ટ ફિલ્મ, વેબ સિરીઝ લખવાની સાથે એનું દિગ્દર્શન પણ કર્યું હતું.

કેસ્ટો ઇકબાલના મૃત્યુના સમાચાર સાંભળી હિતેન કુમારે ફેસબુક પર લખ્યું હતું કે, અલ્યા કેસ્ટો,સરનામું ભૂલી ગયો? પરમદિવસે તો તે મને નવસારી આવું છું તમને મળવા ભાઈ.એમ ‘જુબાન’ આપી હતી. અને અચાનક આમ આવા સમાચારમા આવ્યો ભઈલા..? ઈશ્વર,અલ્લાહ,માલિક તને શાંતિ આપે દોસ્ત. તું હંમેશા યાદ રહેશે ‘કેસ્ટોડા’… તારું એ ખડખડાટ હસવું, તારા ‘ડભોઇ’ની, તારી…તારા દોસ્તોની અદ્દભુત વાતો, અને શૂટિંગ દરમ્યાનની તારી સાથે જીવાયેલી એ સફર હંમેંશ યાદ રહેશે દોસ્ત. ઈશ્વર તારા પરિવારને અને ભાભીને હિમ્મત બક્ષે..

તો ઢોલિવુડના જાણીતા લેખક-દિગ્દર્શક રફિક પઠાણે તેમના શોક સંદેશમાં જણાવ્યું હતું કે, મિત્ર હજુ હમણાંજ મળેલ ને હસાવતો ને અલક મલક ની વાતો કરતો ને આમ અચાનક વિદાય લીધી? તારી ખોટ મિત્રો અને ગુજરાતી ફિલ્મ જગત ને ખુબ સાલશે મિત્ર ક્રેસ્ટો ઈકબાલ ખ઼ુદા તને જન્નત બક્ષે…

જ્યારે હરેશ જોગરાણાએ કેસ્ટો ઇકબાલના અવસાનના સમાચાર બાદ ફેસબુક પર લખ્યું હતું કે, ગુજરાતી ફિલ્મના કૉમેડી કલાકાર કેસ્ટો ભાઈનું માર્ગ અકસ્માતમાં દુખદ અવસાન. ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના. તેમણે ૧૦૦થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું. ઓમ શાંતિ…