સ્ટ્રીટ ડાન્સર 3-ડી સાથે વર્ષની શરૂઆત કર્યા બાદ નોરા ફતેહી આગામી ફિલ્મ ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયામાં એક જાસૂસની ભૂમિકામાં નજરે પડશે. ફિલ્મની વાર્તા 1971ના ભારત – પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ સમયની છે. ફિલ્મ માટે નોરાએ ઍક્શન સીન માટે મિક્સ્ડ માર્શલ આર્ટ્સમાં ટ્રેનિંગ લીધી હતી. આ અંગે નોરા કહે છે કે, મેં બેઝિક ચીજો શીખી છે, જેમાં કોઈને લાત મારવી, મુક્કો મારવો, નીચે પાડવો અને બંદૂક ચલાવવાની ટ્રેનિંગને પણ સમાવેશ થાય છે. આ એક પર્ફોર્મન્સ ઓરિયેન્ટેડ ભૂમિકા છે અને મારી કરિયરને એક નવી ઊંચાઇએ લઈ જશે.

નોરાએ ભાર દઈને કહ્યું કે સ્ટ્રીટ ડાન્સર 3-ડી ફિલ્મથી ઘણું શીખવા મળ્યું. પરંતુ એક ડાન્સર તરીકે મારી ઇમેજ બનાવ્યા બાદ હવે એ એક કલાકાર તરીકે પોતાને સ,થાપિત કરવા માગે છે. ટાઇપકાસ્ટિંગ એક કલાકારની પ્રગતિમાં આડખીલીરૂપ બને છે. પ્રતિભા અને બહુમુખી પ્રતિભા ત્યારે ખીલી ઊઠે છે જ્યારે એક જ પ્રકારના કામ કરવાનો વિચાર ગાયબ થઈ જાય. પરંતુ પરિસ્થિતિ બદલાઈ રહી છે. એ પૂરા વિશ્વાસ સાથે કહે છે. ગયા મહિને નોરાએ પેરિસના ઓલિમ્પિયામાં પિન્ક ફ્લૉઇડ, ધ બીટલ્સ, જેનેટ જેક્સન, મેડોના અને ટેલર સ્વિફ્ટના કૉન્સર્ટના સ્થળે પર્ફોર્મ કર્યું હતું.

નોરાનો આ પહેલો મ્યુઝિક કોન્સર્ટ હતો અને એણે દિલબર, સાકી સાકી, કમરિયા અને એક તો કમ જિંદગાની જેવા ગીતો ગાયાં હતાં. હું અને મારી ટીમ છ મહિનાથી એના પર કામ કરી રહ્યા હતા. ઓલિમ્પિયા આપને માત્ર ત્યારે જ પર્ફોર્મ કરવાની પરવાનગી આપે છે જ્યારે આપ એક સેલેબલ સ્ટાર હો. આ એક હાઉસફુલ શો હતો, જેમાં ભારત, મધ્ય પૂર્વ અને મોરક્કોથી દર્શકો આવ્યા હતા.મેં મારા આલ્બમમાંથી અંગ્રેજી ગીત પપેટા અને દિલબરનું અરબી વર્ઝન પણ ગાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here