૨૦૧૯ના સૌથી લોકપ્રિય ગીતોમાંનું એક જેણે સૌના દિલ જીતી લીધા એ છે અક્ષય કુમાર અને નૂપુર સેનનનું ફિલહાલ સૉંગ. પંજાબી સેન્સેશન બી. પ્રાકે ગાયેલું ગીત જાનીએ લખ્યું હતું. ફિલહાલને યુટ્યુબ પર ૬૫૦ મિલિયન વ્યુઝ મળ્યા છે અને હાલ એ ટ્રેડિંગ ચાર્ટબસ્ટર નંબર ૧ પર રહ્યું છે. મ્યુઝિક વિડિયોને મળેલી અપ્રતિમ સફળતાને પગલે નિર્માતાઓએ આ સૉંગની સિક્વલ બનાવવાની ઘોષણા કરી છે.

પાંચ મિનિટના આ શોર્ટ વિડિયો માત્ર એક સામાન્ય મ્યુઝિક વિડિયો નહોતો પણ લાગણીઓ ભરી કથા છે. નૂપુરે એની અસાધારણ અદાકારી દર્શાવી અને પહેલીવાર એ કેમેરાનો સામનો કરતી હોય એવું લાગતું નહોતું. નૂપુરે પ્રેમમાં ખુશ રહેનારી યુવતી હોય કે પછી જેનું દિલ તૂટ્યું હોય… દરેક રંગને નૂપુરે બખૂબી પાંચ મિનિટમાં દર્શાવ્યું હતું.

સિક્વલમાં અક્ષય કુમાર અને નૂપુર સેનનની જોડી ફરી એક વાર સ્ક્રીન પર જોવા મળશે. ડેબ્યુટંટ નૂપુર સેનન એની પ્રતિભા દર્શાવવામાં જરાય પીછેહઠ કરી નથી, નૂપુર પ્રતિભાવાન હોવાની સાથે એક પ્રશિક્ષિત શાસ્ત્રીય ગાયિકા પણ છે.

નૂપુર કહે છે કે, અભિનય મારો નવો પ્રેમ છે પણ ગાયકી હંમેશ મારૂં જનૂન રહ્યું છે. ફિલહાલની રિલીઝ બાદ મને એક ફીમેલ વર્ઝન ગાવા માટે અનેક મેસેજ અને ટ્વીટ દ્વારા વિનંતી કરવામાં આવી. દર્શકોએ મને મારા પહેલા જ વિડિયો માટે આટલો પ્રેમ આપ્યો હોવાથી તેમની વિનંતીને નકારી શકી નહીં. મારા અવાજમાં આ અનપ્લગ્ડ વર્ઝન થકી હું બધાનો આભાર માનું છું.

નૂપુરનું ફિલહાલ સૉંગનું અનપ્લગ્ડ વર્ઝન તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે અને એમાં અક્ષય કુમારની પણ ઝલક જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here