રશ્મિ શર્મા ટેલી ફિલ્મ્સ દ્વારા નિર્મિત અને સ્ટાર ભારત ભવ્ય માઇથો શો જગ જનની મા વૈષ્ણોદેવી – કહાની માતા રાની કી લઈને આવી રહ્યા છે. શોમાં મા વૈષ્ણોદેવીની ન સાંભળેલી વાતો, અર્થાત કેવી રીતે એક નાનકડી વૈષ્ણવીથી મા વૈષ્ણોદેવી બની ગઈ જેને હવે સંપૂર્ણ સૃષ્ટીની મા કહેવામાં આવે છે. શો ૩૦ સપ્ટેમ્બરથી શરૂ થશે જે સોમવારથી શનિવારે રાત્રે ૯.૩૦ વાગ્યે પ્રસારિત થશે.

જગત જનની મા વૈષ્ણોદેવી – કહાની માતા રાની કીની કથા પુરાણો સાથે સંકળાયેલી છે. કથાની શરૂઆત દેવાસુર સંગ્રામના અંત બાદ શરૂ થાય છે. આ સૌથી મોટી લડાઈ હતી, જ્યાં અસુર ધરતી પર એક સુરક્ષિત સ્વર્ગની કામના કરી રહ્યા હતા, તો પરેશાન ભૂદેવી ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગી રહ્યાં હતાં. એવામાં આ વાત મહાદેવ પાસે પહોંચી, તો તેમની પાસે પૃથ્વીને આ મુસીબતથી બચાવવા માત્ર એક જ ઉપાય હતો. હવે મા લક્ષ્મી, મા કાલી અને મા સરસ્વતી, એક સાથે આગળ આવી ભગવાન શિવને કહે છે કે જો અમે ત્રણે દેવીઓ એક સાથે મળી અમારા તેજથી એક એવી ઉર્જાને જન્મ આપશું જે ધરતી પર માનવ જાતિની રક્ષા કરશે અને આવનારા તમામ સંકટોથી ધરતીને બચાવશે. આ રીતે મા વૈષ્ણોદેવી (વિષ્ણુની શક્તિ)નો, જેમણે રાજા રત્નાકર સાગરની દીકરી તરીકે ધરતી પર જન્મ લીધો.

આ પૌરાણિક શૃંખલામાં દર્શાવવામાં આવશે કે કેવી રીતે મા વૈષ્ણોદેવીએ તેમના બાળપણમાં, આત્માને કષ્ટ આપનારી… ભૂખ અને દરિદ્રતા જેવી સમસ્યાઓથી ઘેરાયેલા લોકોનું જીવન બદલી નાખ્યું અને કેવી રીતે એ મોટી થાય છે, કેવી રીતે પોતાના ઉદ્દેશને પ્રાપ્ત કરવા દરેક લડાઈનો સામનો કરતી જાય છે. ઉપરાંત કેવી રીતે ધરતી પર થનારા તમામ પાપનો નાશ કરતી જાય છે, ન કે પાપીનો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here