બૉલિવુડ દીવા અને અક્ષયકુમારની કૉ-સ્ટાર બ્રુના અબ્દુલ્લાએ હાલ એક પ્યારી સી બાળકીને જન્મ આપ્યો હતો. મા બનવાની આ પ્રક્રિયા અંગે જણાવતા બ્રુનાએ ખુલાસો કર્યો કે કેવી રીતે એણે મહિના પહેલા પાણીની અંદર એની પુત્રીને પ્રાકૃતિક પ્રક્રિયા થકી જન્મ આપ્યો.

બ્રુનાએ આ અંગે જણાવ્યું કે, હું જ્યારે પ્રેગ્નન્ટ પણ નહોતી ત્યારે જ નક્કી કર્યું હતું કે હું મારાં બાળકને પાણીમાં જન્મ આપીશ. મારી ઇચ્છા હતી કે મારૂં બાળક દુનિયામાં કોઈ પણ દવા વગર અને જેટલું બની શકે એટલું નેચરલ રીતે દુનિયામાં આવે. મને એ વિચાર માત્રથી નફરત છે કે મને હોસ્પિટલમાં દાખલ કરી દવાઓ આપવામાં આવે. હું એક શાંત જગ્યા અંગે વિચાર કરી રહી હતી જ્યાં હું મારા બાળકને પાણીની અંદર કુદરતી રીતે જન્મ આપી શકું અને મારી સાથે માત્ર એ લોકો હોય જે મને સારૂં ફીલ કરાવી શકે. હું નસીબદાર છું કે મને આ બધું મળ્યું.

ત્યાર બાદ બ્રુનાએ લખ્યું છે, મેં મારા સંતાનને ગરમ પાણીમાં મારા પતિ અને ડૉક્ટરની સહાયતાથી જન્મ આપ્યો. નયિમિત કસરત કરવાની સાથે યોગ્ય માત્રામાં ખોરાક લઈ, મેડિટેશન કરવાની સાથે આ અંગેની ઝીણામાં ઝીણી વિગતોની જાણકારી લઈ જાતને તૈયાર કરી. મારી ઇચ્છા હતી કે મારાં બાળકને શનિવારે જન્મ આપું. મારી ઇચ્છા હતી કે લેબર પેઇન ચાર કલાકથી વધુ ન હોય. હું ઇચ્છતી હતી કે હું પાણીમાં બાળકને દવાઓ વગર જન્મ આપી શકું અને એવું જ થયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here