હિન્દી ફિલ્મ ગીતો ઉપરાંત શાસ્ત્રીય સંગીત, પૉપ મ્યુઝિકની જાણીતી ગાયિકા શાલ્મલી ખોલગડે દેશ-વિદેશમાં કોન્સર્ટ કરતી રહે છએ. તાજેતરમાં બેંગલોર ખાતેની ઇવેન્ટ દરમ્યાન શાલ્મલીએ બ્લૅક ઝારા ડ્રેસમાં સુપર ફોટો શૂટ કરાવ્યું હતું. નેહા ચૌધરીના સ્ટાઇલિશ કોસ્ચ્યુમની સાથે ચાર્લ્સ ઍન્ડ કીથના શૂઝમાં શાલ્મલીએ મારકણી અદામાં પૉઝ આપ્યા હતા.

ઇશકઝાદે ફિલ્મના પરેશાં પરેશાં ગીતથી બૉલિવુડમાં ખ્યાતિ મેળવનાર ગાયિકાના દારૂ દેસી (કોકટેલ), બલમ પિચકારી (યે જવાની હૈ દીવાની) જેવાં ગીતોએ ધૂમ મચાવી હતી. હિન્દી ઉપરાંત શાલ્મલી ખોલગડેએ મરાઠી, બંગાળી અને સાઉથની ફિલ્મોનાં પણ ગીતો ગાયાં છે.

સોળ વરસની ઉંમરે પર્ફોર્મન્સ આપવાનું શરૂ કરનાર શાલ્મલીએ સંગીતની તાલીમ એની માતા અને પ્રસિદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત ગાયિકા ઉમા ખોલગડે પાસે લેવાની શરૂઆત કર્યા બાદ શુભદા પરાડકર પાસે પણ સંગીતની તાલીમ લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here