રણવીર સિંગની ગલી બૉય ફિલ્મમાં ધમાકેદાર રૅપ રજૂ કર્યા બાદ હવે મહેશ માંજરેકર બિગ બૉસ મરાઠીના દર્શકો માટે લઈને આવી રહ્યા છે રૅપચિક રૅપ સૉંગ.

બિગ બૉસની બીજી સીઝન માટે મહેશ માંજરેકરે તાજેતરમાં એક અતિશય સ્ટાઇલિશ રૅપ સૉંગ શૂટ કર્યું છે જે તેમણે પોતે ગાયું છે. મહેશ માંજરેકરનો ડૅપર લૂક અને વિન્ટેજ બીટલ રેટ્રો કાર પર બેસીને તેમની આ રૅપ સૉંગમાંની એન્ટ્રી એકદમ ટનાટન છે. શોના અનેક પ્રોમો મહેશ માંજરેકરે શૂટ કર્યા ચે અને દરેકમાં એનો અલગ અંદાજ પ્રેક્ષકોને જોવા મળશે. મહેશ માંજરેકરના વિવિધ લૂક્સને કારણે બિગ બૉસ મરાઠીના ઘરમાં કઈ સેલિબ્રિટીની એન્ટ્રી થશે એ અંગે દર્શકો અનેક તર્કવિતર્ક લગાડી રહ્યા છે.

આ ગીતમાં મહેશ માંજરેકર ચાર અલગઅલગ ડેપર લૂકમાં જોવા મળશે. ગીતના ફિલ્માંકન માટે છ અલગ સેટ તૈયાર કરવામાં આવ્યા હતા. ગીતની ઝલક જોવા માટે તમારે કલર્સ મરાઠી જોતા રહેવું પડશે.