જે રીતે રાધાક્રિશ્નના પાત્ર અને એમના પ્રેમને દર્શાવાઈ રહ્યો છે એ  દર્શકોને મંત્રમુગ્ધ કરી રહ્યો છે. સિરિયલનો દર્શકવર્ગ માત્ર ગ્રામીણ વિસ્તારમાં જ નથી, પરંતુ શહેરના યુવાનો પણ રાધાક્રિશ્નના દીવાના બન્યા છે. જોકે મળતા અહેવાલો સિરિયલના ચાહકોને કદાચ નિરાશ કરે એવા છે. રાધાનું પાત્ર ભજવતી અભિનેત્રી મલ્લિકા સિંઘ ટૂંક સમયમાં આ શોમાંથી વિદાય લે એવી શક્યતા છે. સૂત્રના જણાવ્યા મુજબ શોમાં થોડા ફેરફાર કરવાની યોજની ચાલી રહી છે. જોકે મલ્લિકા આ વાતે ખુશ નથી.

એક અહેવાલ મુજબ શોના સર્જક સિદ્ધાર્થ કુમાર તિવારી કૃષ્ણની કથાને મહાભારતના ટ્રેક પર લઈ જવા માગે છે. એટલું જ નહીં, તેઓ શોનું નામ પણ કદાચ બદલે. જો કથા મહાભારપતના ટ્રેક પર જશે તો રાધાના સ્થાને કૃષ્ણ અને અર્જુનની મિત્રતાનો ટ્રેક આવે અને એની સાથે નવા કલાકારો પણ ઇન્ટ્રોડ્યુસ કરાય.

મળતા અહેવાલ મુજબ લૉકડાઉન શરૂ થયું એ અગાઉ જ અર્જુનના પાત્ર માટે કિશ્નુક વૈદ્ય સાથે વાત થઈ ચુકી છે. જોકે લૉકડાઉનને કારણે તમામ શો અને ફિલ્મોના શૂટિંગ બંધ ચે એટલે પાકે પાયે જાણકારી તો પરિસ્થિતિ સામાન્ય થયા બાદ જ મળી શકશે. આ અંગે મલ્લિકાએ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.

લૉકડાઉનને કારણે આવેલા લાંબા બ્રેક બાદ દર્શકોને પાછા સિરિયલ તરફ આકર્ષવા અને ટીઆરપી મેળવવા નિર્માતા કંઇક અલગ કરવાનો નિર્ણય લેશે એટલું તો નક્કી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here