દરેક માતાપિતાની પ્રાથમિકતા હોય છે તેમના બાળકો. આજના જમાનામાં બાળકો માટે સ્ક્રીન જ સર્વસ્વ છે, જ્યાં તેઓ ઇ-લર્નિંગથી લઈ ઑનલાઇન ગેમ થકી માઇન્ડ ફ્રેશ કરતા હોય છે. ભારતની એન્ટરટેઇન્મેન્ટ સુપર-એપ ઝી5 હવે બાળકો માટે ખાસ ઝી5 કિડ્સ લઈને આવ્યા છે. જેમાં 4000થી વધારે કલાકની મનોરંજન સામગ્રીના ખજાના સાથે ઝી5 કિડ્સ વિવિધ શૈલીઓ, જુદી જુદી ભાષાઓ, ફોર્મેટ અને વયજૂથના બાળકો માટેના પ્રોગ્રામો ધરાવે છે.

તમામ વયજૂથના બાળકોને વિવિધ ભાષાઓમાં અને જુદી જુદી ફોર્મેટમાં મનોરંજન પીરસવાની સામગ્રી સાથે ઝી5 કિડ્સ ગેઝેટ ગુરુ, ગુડ્ડુ અને બાપૂ જેવા રોમાંચક એક્સક્લૂઝિવ ડિજિટલ શો પણ લૉંચ કરશે. ઝી5 હવે ખરા અર્થમાં સંપૂર્ણ પરિવાર માટે મનોરંજનનું માધ્યમ બન્યું છે. એમાં નવ ભાષાઓમાં ફિલ્મો ઉપલબ્ધ છે તથા બાળકો અને માતાપિતાઓ માટે ખાસ બનાવવામાં આવેલા કાર્યક્રમો પણ છે. ઉપરાંત ઝી5 કિડ્સ હિંદી, અંગ્રેજી, મરાઠી, તમિલ, કન્નડ, તેલુગુ, બંગાળી, મલયાલમ અને ભોજપુરી જેવી વિવિધ ભાષાઓમાં લાઇબ્રેરી ઑફર કરે છે.

આ અંગે ઝી5 ઇન્ડિયાનાં પ્રોગ્રામિંગ હેડ અપર્ણા આચરેકરે કહ્યું કે, “અમને અમારી નવી ઑફર ઝી5 કિડ્સ ઓફર કરતાં આનંદ થાય છે, જેમાં જ્ઞાન અને મનોરંજનનો સુભગ સમન્વય છે. એની ડિઝાઇન ખાસ બાળકો માટે સુરક્ષિત વાતાવરણમાં શૈક્ષણિક જરૂરિયાતો પૂરી કરવા તૈયાર કરાઈ છે. આ પ્રોડક્ટ શો, મૂવી, રિયાલિટી અને ડીઆઇવાય શોથી લઈને નર્સરી રાઇમ સુધીની બીસ્પોક કન્ટેન્ટ દ્વારા મનોરંજક રીતે બાળકોની બૌદ્ધિક ક્ષમતાને ખીલવે છે. આ કન્ટેન્ટ 9 ભાષાઓમાં અને તમામ વયજૂથના બાળકો માટે વિવિધ ફોર્મેટમાં ઉપલબ્ધ છે. ફ્રેમવર્ક વિવિધ ડિવાઇઝના ઉપયોગના પાસાને જાળવીને બનાવવામાં આવી છે જે પુષ્કળ માહિતી પૂરી છે.

આગામી મહિનાઓમાં ત્રણ ડિજિટલ ઓરજિનલ લોંચ થશેઃ

· ગેજેટ ગુરુ – એનિમેટેડ ટીવી શો અને મૂવી સીરિઝ સુપરહીરો કેરેક્ટર પર આધારિત છે, જે બાળકોને મનોરંજક સાહસિક સફર પર લઈ જશે

· ગુડ્ડુ – મનોરંજક સિંહ ગુડ્ડુ અને એના મિત્રોની દુષ્ટ બિલાડી બિલોરી અને એની ગેંગ સાથેની રોમાંચક લડાઈ વિશેની સ્ટોરી છે.

· બાપુ – સિચ્યુએશનલ, લાઇટ કૉમેડી અને એજ્યુકેશનલ સીરિઝ છે, જે તમને બાપુ એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી અને એમના મહાન કાર્યો વિશેની સફર પર લઈ જશે..

ઉપરાંત, ઝી5 કિડ્સ બ્લોગ્સ, સ્ટોરીઝ, ફન ચેલેન્જીસ, ટ્યુટોરિયલ્સ જેવી વૈવિધ્યસભર કન્ટેન્ટ લાઇન-અપ, સલામતીના પગલાં અને સ્માર્ટ ખાસિયતો પર માતાઓને એજ્યુકેટ કરશે. એ સાથે એના સોશિયલ હેન્ડલર માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો, ન્યૂટ્રિશનિસ્ટ, કૉચ વગેરે સાથે લાઇવ ચેટ્સનું આયોજન કરશે, જેઓ માતાપિતાઓને તેમના બાળકોની સંપૂર્ણ સુખાકારી પર ઉપયોગી સલાહ-સૂચનો આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here