વીસ-બાવીસ વરસ અગાઉ દૂરદર્શન પર પ્રસારિત થતી સિરિયલ એટલી લોકપ્રિય હતી કે નાના બાળકો જ નહીં, મોટેરાઓ પણ સમય થાય એટલે ટીવી સામે ગોઠવાઈ જતા. સ્વાભાવિક છે કે દેશના પહેલા સુપર હીરો શક્તિમાનનો ક્રેઝ એટલો હતો કે મોટરાઓ પણ બાળક જેવા બની એનો આનંદ માણતા હતા. હવે આ શક્તિમાન જોનારા નાનેરાઓ મોટેરા બની ગયા છે ત્યારે ફરી એકવાર શક્તિમાન આવી રહ્યો છે. જોકે આ વખતે એ સદેહે આવવાને બદલે થ્રી-ડી એનિમેશનમાં આબાલવૃદ્ધોનું મનોરંજન કરવા આવી રહ્યો છે. તાજેતરમાં મુકેશ ખન્નાએ નવી સિરીઝનું પોસ્ટર એની કાંદિવલીસ્થિત ઑફિસમાં રિલીઝ કર્યું હતું. આ પ્રસંગે સિરીઝના ડિરેક્ટર નવીન વાધવા, વડ્સવર્થ ક્રિએશન્સના મનરેશ મલ્હોત્રા અને કેથરિન જોન પણ ઉપિસ્થત રહ્યાં હતાં.

આ પ્રસંગે મુકેશ ખન્નાએ ફિલ્મી ઍક્શન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આ એનિમેશન સિરીઝનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવશે. ટૂંક સમયમાં સિરીઝ રિલીઝ કરાશે પણ હજુ એ નક્કી નથી કરાયું કે એને કોઈ ટીવી ચૅનલ પર રિલીઝ કરવી કે ઓટીટી પ્લેટફોર્મ પર એને રિલીઝ કરવી.

મુકેશ ખન્નાને જ્યારે પૂછ્યું કે નવી સિરીઝ બનાવવાને બદલે શક્તિમાન પર કેમ પસંદગી ઉતારી? ત્યારે મુકેશનું કહેવું હતું કે જ્યારે શક્તિમાન ટીવી પર પ્રસારિત થતી હતી ત્યારે જે બાળકો સિરિયલ જોઈને મોટા થયા છે તેમને ત્યાં પણ કદાચ બાળકો હશે. એટલે આ સિરીઝને તો ડબલ આૅડિયન્સ મળશે. જા દર્શકોનો આટલો બહોળો વર્ગ તૈયાર મળતો હોય તો બીજી સિરિયલ બનાવવાનું જાખમ શું કામ લેવું?

શક્તિમાન સિરિયલમાં કામ કરતા બાળકલાકારો આજે કદાચ પરણીને ઠરીઠામ પણ થયા હશે

તમને ખ્યાતિ અપાવનાર પાત્ર ક્યું ભિષ્મ પિતામહ કે શક્તિમાન?

સાચું કહું તો બંને પાત્રોએ મને ભરપુ ખ્યાતિ અપાવી. મેં કરેલી ભિષ્મ પિતામહની ભૂમિકા એટલી પાવરફÙલ હતી કે લોકો મને એ નામે જ ઓળખવા લાગ્યા. મારે ભિષ્મ પિતામહમાંથી બહાર નીકળી એક અલગ ઓળખ બનાવવી હતી. એટલે મેં શક્તિમાનમાં મુખ્ય ભૂમિકા ભજવી. એ સમયે જ્યારે કોઈ પણ સિરિયલને શરૂઆતમાં ૧૩ એપિસોડ જ મળતા શક્તિમાન સતત પંદર વરસ સુધી ટીવીનો પરદો ગજાવતો રહ્યો. શક્તિમાન બાદ એવું થયું કે લોકો મારૂં અસલી નામ જ ભૂલી ગયા હતા અને મને માત્ર શિGતમાન નામે જ બોલાવતા હતા.

શક્તિમાન એક સળંગ સ્ટોરીમાં આવશે કે એ પણ એપિસોડિક હશે?

ના. પંદર વરસ અગાઉ જે સમસ્યાઓ હતી એના કરતા આજના જમાનામાં ઘણી વેગળી સમસ્યાઓ છે. એનિમેશન વર્ઝનમાં આજની સમસ્યાઓને દર્શાવવામાં આવશે.

આજની સળગતી સમસ્યા, બળાત્કાર પર કોઈ એપિસોડ બનાવ્યો છે?

દેશમાં આજે બાળાઓ, યુવતીઓ અને મહિલાઓ સાથે જે કંઈ બની રહ્યું છે એ જોઈ મન વિચલિત થઈ ઊઠે છે. આપણી સંસ્કૃતિ તો મહિલાઓની રક્ષા કરવાની રહી છે. પરંતુ હાલ જે હેવાનિયત થઈ રહી છે, એમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની જરૂર છે. મીણબત્તિ સળગાવવાની આપણી સંસ્કૃતિ નથી. બળાત્કારીઓ વિરૂદ્ધ કડક ઍક્શન લેવાની જરૂર છે. આવા લોકોમાં કાયદાનો એવો ડર બેસાડવાની જરૂર છે. જેથી ભવિષ્યમાં કોઈ છોકરી સામે નજર મેળવતા પણ કાંપી ઊઠે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here