આજકાલ પંજાબી ફિલ્મો અને પંજાબી આલ્બમ પૂરા ભારતમાં અને વિદેશમાં ધૂમ મચાવી રહ્યા છે. જેને કારણે આજકાલ પંજાબી ફિલ્મો અને પંજાબી આલ્બમનું નિર્માણ પૂરજોશમાં થઈ રહ્યું છે. હવે અમેરિકામાં રહેતી બહુમુખી પ્રતિભાશાળી ગાયિકા વિન્ની ડાહરા પંજાબી ડાન્સિંગ આલ્બમ અખ મેરી થકી ભારતમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. એમાં વિન્ની ડાહરા અને ગાયક વાઇન અરોરાએ તેમનો અવાજ આપ્યો છે. અગાઉ અમેરિકામાં અનેક લાઇવ અને સ્ટેજ શો કરી ચુકી છે અને કરી રહી છે. શાહરૂખ ખાન એનો માનીતો કલાકાર છે. મુંબઈના અંધેરીમાં આલ્બમના શૂટિંગ દરમ્યાન એની મુલાકાત થઈ હતી.

પંજાબી આલ્બમ અમ મેરી અંગે જણાવતા વિન્ની ડાહરા કહે છે કે, આ પંજાબી ડાન્સિંગ આલ્બમ છે, જેને લગ્નપ્રસંગમાં ઘણું પસંદ કરાશે. આ ગીત એક યુવતી અંગે છે પોતાને ઘણી સુંદર માને છે. આ આલ્બમ જાન્યુઆરીમાં રિલીઝ થશે. અખ મેરીના વિડિયોમાં વિન્ની ડાહરા અને વાઇન અરોરા નજરે પડશે. ફિલ્મોમાં અભિનય અંગે એ કહે છે કે મને અભિનયમાં ઝાઝો રસ નથી. હાં, જો ફિલ્મોમાં ગાવાનો મોકો મળે તો જરૂર ગાઇશ. અત્યારે તો ભારતમાં અને બૉલિવુડમાં આ શરૂઆત છે. હવે તો આવવા-જવાનું થશે જ.

આ આલ્બમના વિડિયો ડિરેક્ટર ગુરદેવ અનેજા છે, જેમણે અગાઉ ઇબ્ને બતૂતા અને ઝી બિઝનેસના શો સક્સેસ સ્ટોરીઝ (હોસ્ટ શેખર સુમન)નું નિર્માણ કરી ચુક્યા છે. ઉપરાંત અનેક વિડિયો આલ્બમનું દિગ્દર્શન કરી ચુક્યા છે. તાજેતરમાં ગાયક વાઇન અરોરાના આલ્બમ એબ્સોલ્યુટ કુડિયેનું દિગ્દર્શન કર્યું હતું જે ઘણું હિટ સાબિત થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here