વિખ્યાત મૉડેલ, અભિનેતા અને ફિટનેસ માટે જાણીતા મિલિંદ સોમણે તાજેતરમાં દુનિયાની સૌથી કપરી કહેવાય એવી વર્લ્ડ ટ્રાયેથલોનમાં ભાગ લીધો હતો. જેમાં એણે 3.8 કિલોમીટર સ્વિમિંગ, 180 કિલોમીટર સાયકલિંગ અને 42.2 કિલોમીટરની મેરેથોન પૂરી કરવાની હતી. આ સ્પર્ધામાં મિલિંદને યર્નમૅનનું ટાઇટલ મળ્યું હતું. હૉટસ્ટાર પર 24 એપ્રિલથી પ્રસારિત થનારી સિરીઝ મેક્સિમાઇઝ યોર ડેમાં મિલિંદ ફિટનેસ સિક્રેટ્સ જાહેર કરવાની સાથે દર્શકોને વેલનેસ ટિપ્સ પણ આપશે.

સિરીઝની શરૂઆતમાં દર્શકોને સ્વિમિંગ, યોગ અને દોડવા જેવી કસરત દ્વારા મન્ડે બ્લ્યુને કેવી રીતે માત આપવી, ઉપરાંત વીકઍન્ડની રજાઓમાં કેવી પ્રવૃત્તિઓ કરવી એની જાણકારી આપશે.

સિરીઝના સાતેય એપિસોડમાં મિલિંદની ફિટનેસના રહસ્યને હાઇલાઇટ કરાશે. એ સાથે હૉલિસ્ટિક હેલ્થ પર ભાર પવાની સાથે જેની અવગણના કરાય છે એવી ઓરલ હેલ્થ પણ કેટલું મહત્ત્વનું છે એની જાણકારી આપશે.

ફિટનેસને જીવનનો મંત્ર બનાવનારાઓ માટે આ સિરીઝ મહત્ત્વની પુરવાર થશે. 24 એપ્રિલથી સિરીઝ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ હૉટસ્ટાર પર રિલીઝ થશે. સિરીઝ અંગે મિલિંદ સોમણ ક હે છે કે, આપણામાંના મોટાભાગના લોકો માનતા હોય છે કે, હેલ્ધી લાઇફસ્ટાઇલ એટલે ચોક્કસ પ્રકારના ખોરાક સાથેની ફિઝિકલ ફિટનેસ. પરંતુ મોટાબાગના એ વાતનું ધ્યાન નથી રાખતા કે આપણું મોં પણ સ્વચ્છ હોવું જોઇએ. આપણું મોં તો શરીરનું પ્રવેશદ્વાર છે અને હેલ્ધી રહેવા માટેનું પહેલું પગલું ત્યાંથી શરૂ થાય છે. એટલા માટે હું રોજ ઓરલ હાઇજિન અંગે ઘણો સભાન રહેતો હોઉં છું. એ સાથે હું બધાને ભલામણ કરતો હોઉં છું કે મોંની સફાઈની પૂરતી કાળજી લેવાવી જોઇએ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here