રામાયણમાં સીતાનું પાત્ર ભજવી દર્શકોના દિલ જીતી લેનાર દેબિના બેનર્જીએ સાઉથની માયાવી સિરિયલથી મનોરંજનની દુનિયામાં એન્ટ્રી કરી હતી. દેબિનાએ તાજેતરમાં એનો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો. અંધેરીની વિખ્યાત નાઇટક્લબ સિન સિટી ખાતે યોજાયેલી ધમાકેદાર પાર્ટીમાં ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ દેબિનાને જન્મદિનની શુભેચ્છા આપવા ઉપસ્થિત રહ્યા હતા. પાર્ટી દરમ્યાન દેબિનાએ પતિ ગુરમીત ચૌધરી સાથે ડાન્સ કરી અવસરને ખાસ બનાવ્યો હતો.

દેબિનાને જન્મદિનના વધામણાં આપવા પિયુષ સહદેવ, શાલીન ભનોત, રશ્મી દેસાઈ, કરણવીર બોહરા, પ્રિન્સ નરૂલા, સંબાવના સેઠ, મુનમુન દત્તા, જિયા માણેક, અનુરાગ પાંડે, યુવિકા ચૌધરી સહિત અનેક કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here