સ્ટાર પ્લસ પર પ્રસારિત થઈ રહેલી સિરિયલ કસૌટી ઝિંદગી કેમાં આવતા રોચક વળાંકો અને પ્રસંગોને કારણે દર્શકો ટીવી સામેથી હટવાનું નામ લેતા નથી. શોમાં ઓર ટ્વિસ્ટ લાવવા માટે ટૂંક સમયમાં એક નવા કલાકારની એન્ટ્રી થી રહી છે. તાજેતરમાં અહેવાલ આવ્યા હતા કે નમિક પૉલ આ શોમાં વિક્રાંતનું મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પરંતુ હવે મળતા અહેવાલ મુજબ આ પાત્ર સિદ્ધાર્થ શિવપુરી ભજવશે. સિદ્ધાર્થ ઘણા શોમાં એની અભિનય ક્ષમતા દાખવી ચુક્યો છે. અને હવે કસૌટી ઝિંદગી કેમાં એક અનોખા અનતારમાં જોવા મળશે.

આ શોમાં થઈ રહેલી એન્ટ3 અંગે સિદ્ધાર્થ કહે છે કે, હું કસૌટી ઝિંદગી કે ટીમનો મેમ્બર બન્યો એનો અનહદ આનંદ છે. વિક્રાંત એક એવું પાત્ર છે જેના અનેક શેડ્સ છે અને આ કેરેક્ટર બજવવા હું ઉત્સુક છું. અને મને પૂરી ખાત્રી છે કે હું વિક્રાંતની ભૂમિકાને પૂરો ન્યાય આપી શકીશ.

સિદ્ધાર્થ શિવપુરીની એન્ટ્રી સ્ટાર પ્લસના શો કસૌટી ઝિંદગી કેને ઓર રોચક બનાવશે. હવે જોવાનું એ છે કે સિદ્ધાર્થની એન્ટ્રી કેવી રીતે શોને મજેદાર બનાવે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here