2016માં નાગીન ઑફઍર થયા બાદ કવચની પહેલી સીઝન શરૂ થઈ હતી. કલર્સ પર પ્રસારિત થયેલી સુપરનેચરલ સિરિયલમાં મોના સિંહ  બૂરી તાકતથી એના પતિનું રક્ષણ કરતી દર્શાવાઈ હતી. દર્શકોમાં લોકપ્રિય બની હોવાથી એકતા કપૂર એની બીજી સીઝન કવચ-2 લઈને આવી રહી છે. શોમાં પૂરી સ્ટારકાસ્ટ નવી હશે. કવચ-2માં મોના સિંહના સ્થાને દિયા બાતી હમની સંધ્યા બિંદણી એટલે કે દીપિકા સિંહ બ્લેક મેજિક સામે લડતી દેખાશે.

સિરિયલમાં દીપિકા ઉપરાંત નમિક પૉલ અને વિન રાણા પણ નજરે પડશે. નમિક પૉલ અગાઉ કસૌટી ઝિંદગી કેમાં કામ કરવાનો હતો પરંતુ એકતાએ એને કવચમાં મહત્ત્વના કિરદાર માટે સાઇન કર્યો.

સોમવારે સિરિયલનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો. પ્રોમોમાં દીપિકા ભગવાન શિવની આરાધના કરવાની સાથે માનતા માને છે. એવી માન્યતા છે કે જે કોઈ આ મંદિરમાં દિલથી માનતા માને તો એની તમામ મનોકામના પૂરી થાય.

દીપિકા પૂજા કરતી હોય છે ત્યારે જ બૂરી તાકત ધરાવનાર હુમલો કરે છે. આથી દીપિકા એના પ્રેમના બચાવ માટે ઢાલ બનીને ઊભી રહે છે. મજાની વાત એ છે કે દિયા ઔર બાતીમાં દીપિકાનું નામ સંધ્યા હતું અને આ શોમાં પણ એનું નામ સંધ્યા રાખવામાં આવ્યું છે.

પ્રોમોમાં શો ક્યારે ઑન ઍર થવાનો છે એનો કોઈ ઉલ્લેખ કરાયો નથી. પરંતુ નાગીન-3 ઑફ ઍર થવાની વાતો ચાલી રહી છે તો બની શકે કે નાગીનનો ટાઇમ સ્લૉટ કવચ મહાશિવરાત્રિને ફાળવવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here