તાજેતરમાં રિલીઝ કરાયેલ વેબ સિરીઝનું ટ્રેલર જોઈ દર્શકોનાં દિલ બાગ બાગ થઈ ગયા. વેબ સિરીઝમાં ઇશા લવલીન કૌર ઢિલ્લોંનું પાત્ર ભજવી રહી છે. શિખની લવલીન યુદ્ધમાં શહીદ થયેલા કેપ્ટન રૂપિન્દર ઢિલ્લોંની વિધવા છે.

ડિજિટલ વર્લ્ડમાં એન્ટ્રી કરી રહેલી ઇશાએ જણાવ્યું કે, ડિજિટલ પ્લેટફોર્મ દર્શકો અને કલાકારો વચ્ચેના સંબોધોને ગાઢ બનાવે છે. બીજું, વેબ સિરીઝ જાણીતા ચહેરાઓ માટે નહીં પણ કલાકાર માટે છે. અને એટલા માટે જ વેબ સિરીઝમાં કલાકાર ગુણવત્તા અને ભૂમિકા બંનેનો આનંદ મેળવે છે.

ઇશા બૉલિવુડ અને વેબ સિરીઝ વચ્ચેનો ભેદ જણાવતા કહે છે કે, લવલી કા ઢાબા એક એવી વેબ સિરીઝ છે જેણે મને એક કલાકાર તરીકે સંતોષ આપ્યો છે. અને આજ ડિજિટલ દુનિયાની ખૂબસૂરતી છે.

લવલીન પંજાબમાં નેશનલ હાઇ-વે પર પોતાનો ઢાબા ચલાવે છ જેનો ઉદ્દેશ છે સેવા. પતિને ગુમાવ્યા બાદ લવલી પોતાના ઢાબાની શરૂઆત કરે છે. ઢાબા દ્વારા એની સ્પેશિયલ કૂકિંગ સ્કિલની સાથે ગજબની ફિલોસોફી દ્વારા દરેકના જીવનને ખુશી , ઉલ્લાસથી ભરી દેવા માગે છે.

પ્રકાશ તિવારી દ્વારા નિર્મિત અને કેન્ની છાબરા દિગ્દર્શિત છ એપિસોડની વેબ સિરીઝ ૩૦ સપ્ટેમ્બરે નવા ઓટીટી પ્લેટફોર્મ જેમપ્લેક્સ પર રિલીઝ થઈ છે.