ભારતની વિવધિ ભાષામાં ગીતો ગાઈ ચુકેલી સાવની રવિન્દ્ર હવે નવરાત્રિ નિમિત્તે એના ચાહકો માટે ખાસ ગુજરાતી ગરબા લઈને આવી છે. મરાઠી ઉપરાંત હિન્દી, તમિલ, તેલુગુ સહિત અનેક ભાષામાં ગીતો ગાયાં બાદ હવે સાવનીએ પહેલીવાર ગુજરાતીમાં ગાયું છે. રાધા-કૃષ્ણના અલૌકિક પ્રેમને સમર્પિત ભક્તિસભર રાસ-ગરબા પર આધારિત આલબમ કાનુડા લઈને આવી છે.

સાવની ઓરિજિનલ્સ આ તેની ત્રીજી મ્યુઝિકલ સિરીઝનું ત્રીજું ગીત છે. સાવની કહે છે કે એના ઘરે ઘટની સ્થાપના થાય છે અને મમ્મી નવ દિવસના ઉપવાસ રાખે છે. રોજ અલગ નૈવેદ્ય ધરાવવામાં આવે છે. આ નવ દિવસ દરમ્યાન એક અલગ જ ઉર્જા વરસ આખા માટે આપણને મળે છે. મેં વિવિધ ભાષામાં ગીતો ગાયાં છે પણ ગુજરાતી ગીત ગાવાની ઇચ્છા પૂરી થતી નહોતી જે કાનુડા દ્વારા પૂરી થઈ.

સાવનીએ એના વિડિયોમાં પણ કામ કર્યું છે. પહેલીવાર એણે આલબમમાં ડાન્સ મૂવ્ઝ કર્યા છે. સાવની કહે છે કે, મારા સિવાય આ મ્યુઝિક વિડિયોમાં કામ કરનારી સમગ્ર ટીમ ગુજરાતી છે. આલબમના સંગીતકાર છે પાર્થિવ શાહ અને પ્રણવ પંચાલ. સહ ગાયક કૌશલ પિઠડિયા અમદાવાદનો છે. કૌશલે મને ગુજરાતી લહેકો શીખવાડ્યો હતો. આ ગીતની વિશિષ્ઠતા એટલે બે અલગ અલગ વૉઇસ ટેક્સચર્સમાં ગીત ગાયું છે. ગુજરાતી લોકગીત ગાતી વખતે બ્રૉડ વૉઇસ અને મારો ઓરિજિનલ અવાજ એમ બે અલગ પદ્ધતિએ એક જ ગીત ગાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here