બૉલિવુડ, રાજકારણ અને સાહિત્યના અનેક મહાનુભાવોની ઉપિસ્થતિમાં મુંબઈના જાણીતા પત્રકાર અમિત મિશ્રા અને તેમના સહયોગી પરેશ દાણીએ વી-૭ ન્યુઝ ચૅનલ અને પોર્ટલ લૉન્ચ કર્યું હતું.

સમારંભમાં એનએસજીના કર્નલ રાજેશ કુમાર લંગેહ, ઉત્તર મુંબઈના સાંસદ ગોપાળ શેટ્ટી, સાહિત્ય અને રાજનીતિમાં આગવી ઓળખ ઊભી કરનાર ડૉક્ટર યોગેશ દુબે, વિખ્યાત અભિનેત્રી સુજાતા મહેતા, ભોજપુરીની હીરોઇન ગરિમા સિન્હા, સંગીતકાર દિલીપ સેન, કૉમેડી કિંગ સુનીલ પાલ, હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર નરેન્દ્ર કુમાર સહિત અમિત મિશ્રાના અનેક શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

વી-૭ના તંત્રી અમિત મિશ્રાએ ન્યુઝ પોર્ટલ અને ડિજિટલ ચૅનલ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે અમે પોર્ટલ અને ચૅનલ પર સકારાત્મક અને તટસ્થ રહીને તમામ સમાચારો દર્શકો સુધી પહોંચાડશું. જ્યારે વી-૭ મીડિયા નેટવર્કના ચેરમૅન પરેશ દાણીએ સૌનો આભાર માન્યો હતો.

1 COMMENT

  1. Haresh nanalal ajmera

    1st of all Congratulations
    Exlant
    Or amitji ap aage badho

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here