ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી આવી રહેલા તાજા અહેવાલ મુજબ રિતિક રોશનની આગામી ફિલ્મ વૉર-2માં જુનિયર એનટીઆરની એન્ટ્રી થઈ છે. એટલું જ નહીં, ફિલ્મનું દિગ્દર્શન અયાન મુકરજી કરશે. વૉર-2 માટે અયાને એની બ્રહ્માસ્ત્ર સિરીઝને હોલ્ડ પર મુકી છે. અયાન મુકરજીએ એક અધિકૃત નિવેદન જારી કરીને આ અંગેની જાણકારી લોકોને આપી છે. યશરાજ ફિલ્મ્સે 2019ની બ્લૉકબસ્ટર ફિલ્મની સિક્વલ વૉર-2 માટે જુનિયર એનટીઆરને ફાઇનલ કરતા એ નક્કી છે કે ફિલ્મમાં ટાઇગર શ્રોફ જોવા નહીં મળે.
વૉર-2માં અયાન મુકરજીની એન્ટ્રી બાદ જુનિયર એનટીઆરને ફિલ્મની ઑફર કરવામાં આવી હતી જે તેમણે સ્વીકારી લીધી છે. એટલે પહેલીવાર દર્શકોને રિતિક રોશન અને જુનિયર એનટીઆર વચ્ચેની ભીડંત જોવાનો લ્હાવો દર્શકોને મળશે.