કોઈ ને કોઈ કારણોસર સમાચારોમાં ચમકતા રહેતા સલમાન ખાનને છેલ્લા થોડા સમયથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. લૉરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી અભિનેતાને સતત ધમકીઓ મળી રહી હોવાથી એના મુંબઈ સ્થિત ઘર ગેલેક્ષી અપાર્ટમેન્ટની બહાર પણ પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉપરાંત સરકાર દ્વારા સલમાનને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા પણ પૂરી પાડવામાં આવી છે.
જાનથી મારી નાખવાની સતત મળી રહેલી ધમકી અંગે સલમાન ખાને તાજેતરમાં એક ઇવેન્ટમાં વાત કરી હતી. હવે અભિનેતાએ એની સુરક્ષા માટે ખાસ બુલેટ પ્રૂફ એસયુવી કાર ખરીદી છે. સલમાન ખાનના ગાડીઓના કાફલામાં સફેદ રંગની નિસાન પેટ્રોલ એસયુવી બુલેટ પ્રૂફ કારનો પણ સમાવેશ થયો છે. તાજેતરમાં સલમાન એની નવી બુલેટ પ્રૂફ કારમાં ટ્રાવેલ કરતો નજરે પડ્યો હતો.
એની સફેદ રંગની નિસાન પેટ્રોલ કાર એકદમ સ્ટાઇલિશ છે. મળતા અહેવાલ મુજબ સલમાન ખાનની નિસાન બુલેટ પ્રૂફ કાર હજુ સુધી ભારતીયય બજારમાં ઉપલબ્ધ નથી. સલમાને પોતાની અને પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ કાર ઇમ્પોર્ટ કરી છે. જાણવા મળ્યા મુજબ નિસાન પેટ્રોલ એસયુવી વિશ્વની સૌથી મોંઘી કારોમાં સામેલ છે.
તાજેતરમાં સલમાન ખાન એની નવી બુલેટ પ્રૂફ કારમાં ફિલ્મફેરના અવૉર્ડ ફંક્શનમાં આવ્યો હતો. ફંક્શનમાં ઈમેલથી મળેલી ધમકી અંગે પૂછતા અભિનેતાએ મજેદાર જવાબ આપ્યો હતો. સલમાને કહ્યું કે, પૂરે ઇન્ડિયા કે ભાઈજાન નહીં હૈ, કિસી કી જાન ભી હ હમ. બહુત લોકો કી જાન હૈ હમ.