દેશભરમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો હોવાથી કેન્દ્ર સરકારે લૉકડાઉનની જાહેરાત કરી છે. આને કારણે ઘણા લોકો પોતાના ઘર-વતનથી દૂર-સુદૂર અટવાયા છે. આવી પરિસ્થિતિમાં માતાની તબિયત બગડતા અભિનેતા ખુદ કાર ડ્રાઇવ કરી ગુજરાત પહોંચ્યો હતો. આ કલાકાર એટલે સ્ટાર પ્લસની બહુચર્ચિત સિરિયલ નજરમાં કામ કરતો હર્ષ રાજપુત.

મળતી જાણકારી મુજબ મુંબઈથી ગુજરાતની મુસાફરી માટે હર્ષે બંને રાજ્યો પાસેથી જરૂરી પરવાનગી લીધી હતી. મારે મમ્મીને મળવું હતું એટલે જરૂરી એવી બંને રાજ્યોની પરવાનગી મેં લીધી હતી. મમ્મી નવસારીમાં એકલાં રહેતાં હતાં અને તેમની તબિયત બગડતા સંભાળ લેનાર કોઈ ન હોવાથી મેં નવસારી આવવાનું નક્કી કર્યું.

હું જેવો ગુજરાત પહોંચ્યો કે તુરંત મેં પોલીસને જાણકારી આપી અને ચેકઅપ કરાવ્યું. તેમણે મને 14 દિવસ ક્વૉરન્ટાઇનમાં રહેવા જણાવ્યું છે. પણ હું મારી મમ્મી પાસે પહોંચી ગયો એનો મને આનંદ છે.

હર્ષ મુંબઈમાં પિતા અને ભાઈ સાથે રહે છે. હર્ષે મુંબઈથી ગુજરાતના નવસારી સુધીના પ્રવાસનો અનુભવ પણ જણાવ્યો. મુંબઈથી ગુજરાત જતા મને ઝોમ્બી વર્લ્ડમાં આવ્યો હોઉં એવું લાગતું હતું. રસ્તામાં કોઈ માણસો દેખાય નહીં, હાઇવે પણ પૂરો ખાલી. જોકે મેં પ્રવાસ દરમ્યાન મારી કાળજી લીધી હતી એમ હર્ષે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here