સ્ટાર પ્લસની સૌથી લાંબો સમય ચાલેલી સિરિયલ ઘર ઘર કી કહાની અને સોની ટીવીની લજ્જામાં કામ કરી ચુકેલા અભિનેતા સચિન કુમારનું 42 વર્ષની ઉંમરે અવસાન થયું છે. અંધેરીસ્થિત તેમના ઘરમાં હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. સચિન કુમાર અક્ષય કુમારની ફઈનો દીકરો હતો.

સચિનના મિત્ર રાકેશ પૉલે એક ચૅનલ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, સચિનના નિકટના સંબંધીઓએ કહ્યું કે ગુરૂવારે રાત્રે સચિન સૂવા એના રૂમમાં ગયો, અને શુક્રવારે સવારે મોડે સુધી દરવાજો ખોલ્યો નહીં. એટલે સચિનના માતા-પિતાએ ચાવીનો બંદોબસ્ત કરી દરવાજો ખોલ્યો તો સચિન મૃત અવસ્થામાં પલંગ પર પડ્યો હતો.

સચિનને શરૂઆતમાં અભિનેતા તરીકે ખાસ સફળતા ન મળતા પ્રોફેશનલ ફોટોગ્રાફી શરૂ કરી હતી. રાકેશ પૉલ અને સચિને અભિનેતા બનવા લગભગ સાથે સંઘર્ષ શરૂ કર્યો હતો. રાકેશના જણાવ્યા મુજબ સચિન ઘણો હસમુખ અને સકારાત્મક વિચારો ધરાવતો હતો.

દેશની સૌથી લાંબો સમય ટેલિકાસ્ટ થનારી સિરયલ કહાની ઘર ઘર કીમાં કામ કરનાર સચિને હજુ 13 તારીખે જ એનો જન્મદિવસ મનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here