મોહમયી નગરી મુંબઈમાં આવેલી માયાનગરી દેશભરના કલાકારોને આકર્ષતી રહી છે. દેશના વિવિધ પ્રાંતમાંથી આવનારાને ક્યાં અને કોનો સંપર્ક કરવો એની પૂરી જાણકારી હોતી નથી. યોગ્ય માર્ગદર્શનના અભાવે ઘણાને નિરાશા હાથ લાગે છે. આના વિકલ્પ તરીકે ટેલેન્ટ સ્કેનર પ્રાઇવેટ લિમિટેડ એક સેતુ બનીને આગળ આવ્યું છે. દેશભરમાંથી આવનારી પ્રતિભાઓને નિર્માતા, કાસ્ટિંગ એજન્સી, ઍડ એજન્સી સુધી પહોંચાડવાનો મંચ પૂરો પાડશે. ટેલેન્ટ સ્કેનર પ્રાઇવેટ લિમિટેડે આ માટે એક ગ્લૉસી મેગેઝિન ઇટોઇલ્સ ટુડે લૉન્ચ કર્યું છે.
સોમવારે આયોજિત એક ખાસ કાર્યક્રમમાં બૉલિવુડ અભિનેત્રી મિનિષા લાંબાની ઉપસ્થિતિમાં મેગેઝિન લૉન્ચ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મેગેઝિનના તંત્રી શૈલેન્દ્ર ભાર્ગવ, માનદ સલાહકાર અને આવકવેરા ખાતાના જોઇન્ટ કમિશનર અજય કુમાર અને વિખ્યાત ફોટોગ્રાફર શરત ચંદ્ર સહિત અન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં બે મિનિટનું મૌન પાળી લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ પ્રસંગે મેગેઝિનના તંત્રી શૈલેન્દ્ર ભાર્ગવે જણાવ્યું કે, અમે નવોદિતોને તેમની કરિયર બનાવવામાં, તેમની પ્રતિભા વિકસાવવાની સાથે તેમને સ્પર્ધાત્મક કરિયરમાં આગળ વધવા સતત પ્રોત્સાહિત કરવામાં આવશે. ઉપરાંત ટેલેન્ટ સ્કેનર નવોદિતોને ટ્રેનિંગ આપવાની સાથે ટેસ્ટ શૂટ, પોર્ટફોલિયો લેઆઉટ, કૉમ્પ કાર્ડ (કમ્પોઝિશન ફોટો કાર્ડ) અને અન્ય પ્રિન્ટેડ સામગ્રી સાથે મૉડેલને સહાય કરશે.
મેગેઝિનના મુખ્ય તંત્રી શૈલેન્દ્ર ભાર્ગવે જણાવ્યું કે, ફ્રેન્ચ ભાષામાં ઇટોઇલ્સનો અર્થ થાય છે સ્ટાર્સ, અને અમે જે કાર્ય કરવા જઈ રહ્યા છે એ નવોદિત પ્રતિભાઓને સ્ટાર બનાવવા માટેનું હોવાથી અમે આ નામ પસંદ કર્યું. અમારૂં માનવુ છે કે દરેક પાસે પ્રતિભા છે પણ ઘણાને યોગ્ય અવસર મળતો નથી. આ બાબતે અમને ઇટોઇલ્સ ટુડે શરૂ કરવાની પ્રેરણા આપી. અમે આ મેગેઝિન દ્વારા તેમને મોકો પવા માગીએ છીએ. એટલું જ નહીં, તેઓ યોગ્ય લોકો સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ.
એજન્સાઓ દ્વારા મૉડેલ્સને નોકરીએ રાખવામાં આવે છે, જે તેમને ડિઝાઇનર્સ, ફોટોગ્રાફર્સ અને ઍડ એજન્સીઓને મેળવવાનું કામ કરે છે. તેઓ અસાઇન્મેન્ટ, એનું બિલિંગ કરવાની સાથે મૉડેલને યોગ્ય સમયે પેમેન્ટ કરવા જેવી તમામ જવાબદારી નિભાવે છે. ટેલેન્ટ સ્કેનર પણ આ તમામ બાબતોનું ધ્યાન રાખવાની જવાબદારી નિભાવે છે જેથી કલાકાર ધંધાકીય બાજુને બદલે માત્ર મૉડેલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. ટૂંકમાં ટેલેન્ટ સ્કેનર નવોદિતો અને કામ આપનાર એજન્સીઓ વચ્ચેના સેતુના સેતુ તરીકેની જવાબદારીપૂર્ણ ફરજ નિભાવે છે.