ક્રિએટિવ આઇ લિમિટેડના સ્થાપક નિર્માતા, દિગ્દર્શક, અભિનેતા ધીરજકુમારે તેમનો જન્મદિવસ તેમની ઑફિસના કર્મચારીઓ સાથે મનાવ્યો હતો. જોકે આ તેમના માટે સરપ્રાઇઝ પેકેજ હતું. હકીકતમાં તેમની કંપનીમાં કાર્યરત નિર્માતા સુનીલ ગુપ્તા, ટીવી અને ફિલ્મ હેડ સંધ્યા રિયાઝ, પ્રોજેક્ટ હેડ અજ્જુ અસગર અલી, પર્સનલ સેક્રેટરી સુવર્ણા દેઓલકર, કાસ્ટિંગ ડિરેક્ટર પ્રશાંત જોશી સહિત પૂરા સ્ટાફે મળી ધીરજકુમારને સરપ્રાઇઝ આપી હતી. તેમણે પૂરી ઑફિસને ફુગ્ગાઓથી શણગારી હતી અને સાંજે પાંચ વાગ્યે કેક કટિંગ માટે તેમને બોલાવ્યા હતા. પૂરા સ્ટાફે ધીરજકુમારને ૭૪ વરસ પૂરા કર્યા એના વધામણા આપ્યા હતા. આ પ્રસંગે ધીરજકુમારે જણાવ્યું કે ક્રિએટિવ આઇની શરૂઆત ૧૯૮૫માં થઈ હતી અને અત્યાર સુધીમાં ૧૪ હજાર કલાકનો પ્રોગ્રામ બનાવ્યો છે. અને આ બધું મારા સ્ટાફના સહયોગને કારણે શક્ય બન્યું છે. એ સાથે મજેદાર પાર્ટી આપવા માટે સૌનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here