ભારત સહિત દુનિયાભરની યંગ જરેશનને ઘેલુ લગાડનાર દક્ષિણ કોરિયાના મ્યુઝિકલ ગ્રુપ બીટીએસનો એક સભ્ય જુંગકુક આરઆરઆરના નાટુ નાટુથી એટલો ઇમ્પ્રેસ થયો કે એ વીવર્સ પર નાટુ નાટુ ગીત પર થિરકતો જોવા મળ્યો હતો. જુગકુકે એનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિએક્ટિવેટ કર્યુ છે અને હવે એ વીવર્સ પર લાઇવ રહે છે. બીજી માર્ચે જુંગકુકે એના ભારતીય ચાહકોને ખાસ સરપ્રાઇઝ આપી. વીવર્સ પરના લાઇપ પર્ફોર્મન્સ દરમિયાન અચાનક જુંગકુક આરઆરઆરના નાટુ નાટુ ગીત પર થિરકતો નજરે પડ્યો. જુંગકુકનો આ વિડિયો સોશિયલ મીડયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.
જુંગકુકે એના વીવર્સ લાઇવ દરમિયાન નાટુ નાટુ પર્ફોર્મ કર્યું જે એના ભારતીય પ્રશંસકો માટે ખાસ ટ્રીટ સમાન હતું. ARMY (પ્રશંસકો)એ આ ક્ષણોને કેદ કરી અને અમુક ક્લિપ સોશિયલ મીડિયા પર અપલૉડ કરી. વિડિયોમાં જુંગકુકને ગીત પર ઝૂમતા અને ગીત ગાતો પણ જોવા મળે છે. પ્રશંસકોએ એને સ્વપ્નસમાન ગણાવ્યું કારણ પહેલીવાર જુંગકુકને એક ભારતીય ગીત પર ડાન્સ કરતો જોવા મળ્યો.
વિડિયો જેવો વાયરલ થયો કે બીટીએસ ARMYએ કૉમેન્ટ સેક્શનમાં પ્રતિક્રિયા આપવા લાગ્યા. એક યુઝરે લખ્યું કે, ભારતીય સેના માટે અસલી ઑસ્કાર. તો બીજા યુઝર લખ્યું, તેલુગુ આર્મી જીતી રહી છે. જ્યારે એકે લખ્યું, વિશ્વાસ નથી થતો કે એ આ ગીત પર વાઇબિંગ કરી રહ્યો છે.
જુંગકુક માત્ર ગીત સાંભળી નહોતો રહ્યો. એ ગીતના શબ્દોની મોજ પણ માણી રહ્યો હતો. અને સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ કે જુંગકુક પહેલાથી જ ગીતના હૂક સ્ટેપની જાણકારી હતી.
નાટુ નાટુની વાત કરીએ તો આ ગીતે તાજેતરમાં જ ગૉલ્ડન ગ્લોબ અવૉર્ડ જીત્યો હતો. તો હવે ઑસ્કાર 2023 માટે નોમિનેટ પણ થયું છે. ઑઅસ્કાર અવૉર્ડ સમારંભ 12 માર્ચે યોજાવાનો છે.