બ્લૉગ પર ખુદ બચ્ચને આપી જાણકારી
અમિતાભ બચ્ચને તેમના બ્લૉગ પર જણાવ્યું હતું કે હૈદરાબાદમાં ફિલ્મના શૂટિંગ દરમિયાન ઇજા પહોંચી હતી. હાલ બિગ બી તેમના મુંબઈના ઘરે આરામ કરી રહ્યા છે. હૈદરાબાદમાં પ્રભાસની ફિલ્મ પ્રોજેક્ટ એ નું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમની પાંસળીમાં ઇજા પહોંચી હતી. સ્થાનિક હોસ્પિટલમાં ચેક અપ કર્યા બાદ તેમને મુંબઇ મોકલવામાં આવ્યા.
અમિતાભે તેમના બ્લૉગ પર લખ્યું હતું કે તેમના રિબ કેજમાં માંસપેશી ફાટી ગઇ છે. પાટો બાંધ્યો છે અને સારવાર ચાલી રહી છે. પરંતુ દુઃખાવો ઘણો થઈ રહ્યો છે અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. દુખાવાની દવા આપી છે પણ થોડા અઠવાડિયા આરામ કરવો પડશે.