લાડે બ્રોઝ ફિલ્મ્સ પ્રા. લિમિટેડે પેઈંગ ઘોસ્ટ ફિલ્મથી મનોરંજન જગતમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. અને હવે તેઓ સૂર સપાટા લઈને આવી રહ્યા છે. ગાવઠી કબડ્ડી પર આધારિત સૂર સપાટામાં એક-બે નહીં પણ અધધધ 25 જેટલા હિન્દી-મરાઠીના ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારોનો કાફલો દર્શકોના મનોરંજન માટે સજ્જ છે. સૂર સપાટા 21 માર્ચે હોળી નિમિત્તે મહારાષ્ટ્રભરમાં રિલીઝ થઈ રહી છે.

મહારાષ્ટ્રની પોતાની માટીની રમતની યાદ અપાવતી દિગ્દર્શક મંગેશ કંઠાળેની સૂર સપાટાનું ટ્રેલર અને મ્યુઝિક લૉન્ચ કરાયું હતું. અર્જુન પુરસ્કાર વિજેતા કબડ્ડીનાં ખેલાડી શકુંતલા ખટાવકર, માયા અકરે મેહેર અને શિવ છત્રપતિ પુરસ્કાર શૈલા રાયકર, ઠાકરેના દિગ્દર્શક અભિજીત પાનસે, સૂર સપાટાની સમગ્ર ટીમના હસ્તે સૂર સપાટાના ફંક્શનમાં ઉપસ્થિત રહ્યા હતા.

સૂર સપાટાની કથા જિલ્લા પરિષદની સ્કૂલના અમુક સામાન્ય વિદ્યાર્થીઓના અસમાન્ય કૌશલ્યને પારખી તેમને સ્પર્ધામાં ઉતારવા માંગતા શિક્ષક એક બાજુ છે તો આપણે પણ મેદાની જંગમાં બાજી મારી શકવાની ક્ષમતા ધરાવીએ છીએ એવું સમજી ગયેલા વિદ્યાર્થીઓ બીજી બાજુ. શિક્ષક-વિદ્યાર્થીઓ ની રેચક કથા એટલે સૂર સપાટા.

ફિલ્મમાં નેશનલ ઍવોર્ડ વિજેતા બાળ કલાકાર હંસરાજ જગતાપ, યશ કુલકર્ણી, ચિન્મય સંત, ચિન્મય પટવર્ધન, રૂપેશ બને, જીવન કળારકર, સુયશ શિર્કે, શરયુ સોનાવણે, નિનાદ તાંબડે મુખ્ય ભૂમિકામાં છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here