બ્રાઈટ આઉટડોર મીડિયા પ્રાઈવેટ લિમિટેડના સીએમડી યોગેશ લાખાણી માટે ૨૦૨૦નું નવું વર્ષ નવી મહત્ત્વાકાંક્ષાઓ અને નવા કન્સેપ્ટ સાથે ધડાકાભેર શરૂ થયું છે. આઉટડોર એડવર્ટાઈઝિંગ ક્ષેત્રની આ સફળ કંપનીએ હવે બૉલીવુડ અને એડવર્ટાઈઝિંગ બન્ને જગતમાં પગદંડો જમાવ્યો છે. અને એ સાથે જ એની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પણ નજરે પડે છે.

પોતાની ક્ષિતિજને વિસ્તૃત કરીને લાખાણી આ વર્ષે એ કે બે નહીં, ચાર ચાર નવી કંપનીઓ શરૂ કરવાની ઉત્સાહપૂર્વક તૈયારી કરી રહ્યા છે.

બ્રાઇટ સેલિબ્રિટીવ્હિઝ

સ્ટાર્સથી પ્રભાવિત છો, પણ તેમની મુલાકાત થઇ શકતી નથી? લાખાણી દ્વારા ટૂંક સમયમાં લૉન્ચ કરવામાં આવનારી નવી અને અજાડ સેલિબ્રિટી એપ્લિકેશન દ્વારા હવે દરેક માણસ પોતપોતાના પ્રિય સિતારાઓ સાથે વાતચીત કરવાનું સ્વપ્ન જોઇ શકે છે. અહીં દરેક જણ પોતાના જન્મદિવસ, લગ્નતિથિ, ઉદ્ઘાટન વગેરે માટે નજીવા ખર્ચે પોતાની ઇચ્છા મુજબનો વિડિયો પોતાની પ્રિય સેલિબ્રિટી પાસે રેકોર્ડ કરાવી શકે છે. શુભેચ્છાના વિડિયો લગભગ ૧૦–૧૫ સેકન્ડના હશે અને એપ્લિકેશન દ્વારા સીધા જ તેમના સુધી પહોંચશે. એપ્લિકેશનનું ભવ્ય લૉન્ચિંગ કરવામાં આવશે અને તમામ મલ્ટિપ્લેક્સ, સોશ્યલ મીડિયા અને પીઆર માર્કેટિંગ મારફત સમગ્ર ભારતમાં તથા આંતરરાષ્ટ્રીય સ્તરે એનો પ્રચાર કરાશે. એને આઉટડોર એડવર્ટાઇઝિંગનો સાથ પણ મળશે.

માય મીટિંગ પોઇન્ટ

તેમની બીજી કંપની વિવિધ કાર્યક્રમો માટેના સ્થળો અને એને સંબંધિત સર્વિસિસ પૂરી પાડશે. આપણા રોજિંદા જીવનમાં આપણે હંમેશા ખાનગી અથવા કોર્પોરેટ મીટિંગ્સ યોજવા માટે કોઇ યોગ્ય સ્થળની શોધમાં હોઇએ છીએ. લાખાણી કહે છે કે ફેબ્રુઆરીમાં માય મીટિંગ પોઇન્ટ શરૂ કરવાની યોજના છે. કોઇ પણ સમયે, ગમે ત્યાં મીટિંગ એ આ સેવાનું મુખ્ય સૂત્ર હશે. કોઇ ચોક્કસ સ્થળે એક કલાક કે એવા જ કોઈ ટૂંકા ગાળા માટે ભાડે રાખવા માગતા હોય એવા લોકો માટે આ સેવા ભારતભરમાં ઉપલબ્ધ હશે.

ઇચ્છુકે ફક્ત ગુગલ કરીને પોતાને જોઇએ એ વિસ્તારમાં જગ્યા પસંદ કરવાની રહેશે અને ત્યાં પોતાની સગવડ મુજબ મીટિંગ રાખી શકાશે. એના પેકેજમાં કોન્ફરન્સ હોલ, ચા અને વાઈ-ફાઇ સામેલ હશે. ઘોંઘાટભર્યા, બીજા લોકોની ગિરદી ધરાવતાં અને ખર્ચાળ સ્થળોએ જવાની ઝંઝટ કર્યા વગર પોતાની ઇચ્છા મુજબની જગ્યાએ બિઝનેસની કે ખાનગી મીટિંગ રાખવાનું માગતા લોકો માટે આ સરસમજાની સુવિધા હશે. સ્થળ નક્કી થયા બાદ કંપની કામચલાઉ મદદનીશ કે એડવોકેટ દરરોજની ફીના હિસાબે પૂરા પાડશે. એનો અર્થ એવો થયો કે નાના કામ માટે ફુલટાઇમ માણસ રોકવાની જરૂર નથી. વળી અલગ-અલગ કાર્યક્ષેત્રના ક્વૉલિફાઇડ લોકો પણ કોઇ કંપનીમાં ફુલટાઇમ કામ કરવાને બદલે કલાકના કે દિવસના હિસાબે કામ કરી શકશે. પોતાની મરજી મુજબ અને સગવડ મુજબ કામ કરીને નાણાં રળવાની આ ઉત્તમ તક બની રહેશે.

કે. સેરા સેરા સાથે થિયેટર સાથે બ્રાઇટ ડોમ પ્રિવ્યુ

આ કંપની વિશે લાખાણી જણાવે છે, અમે અંધેરીમાં પ્રિવ્યુ થિયેટર ખોલવા માટે કે. સેરા સેરા સાથે સહયોગ સાધ્યો છે. સામાન્ય રીતે પ્રિવ્યુ થિયેટરો સાર્વજનિક હોય છે, પરંતુ અમારા ડોમ પ્રિવ્યુમાં મૂવી સ્ક્રિનીંગ, મ્યુઝિક લૉન્ચ, આલ્બમ લૉન્ચ, ટ્રેલર લૉન્ચ શોર્ટ ફિલ્મ લૉન્ચ જેવા ખાનગી કાર્યક્રમો યોજી શકાશે. મનોરંજન ઉદ્યોગ માટે આ તાકીદની જરૂરિયાત છે

ટ્રાવેલર ફૅશન પ્રાઇવેટ લિમિટેડ

લાખાણી આ ચોથા સાહસ વિશે કહે છે, આ કંપની મેં કમલેશભાઇ અને પરિવાર તથા ભાવેશભાઇ (માતોશ્રી જયાબેન ટ્રસ્ટના પ્રમુખ) સાથે મળીને શરૂ કરી છે. કમલેશભાઇ છેલ્લાં ૨૫ વર્ષથી બેગ ઉદ્યોગમાં છે. હું તેમની સાથે જર્મનીની ટુ સ્ટ્રેપ્સ તથા નેકસ્ટ બ્રાન્ડ ઍરલાઇન નામની બે બ્રાન્ડસ માટે સહકાર સાધી રહ્યો છું. હું આ પ્રોડક્સના બ્રાન્ડિંગની જવાબદારી નિભાવવાનો છું.

સામાજિક પ્રતિબદ્ધતાઓ

લાખાણી પોતાના લાક્ષણિક સેવાભાવિ સ્વભાવને અનુરૂપ કામ કરીને સમાજનું ૠણ ચૂકવે છે. તેઓ જેની સાથે સંકળાયેલા છે એ સંસ્થા (માતોશ્રી જયાબેન ટ્રસ્ટ)એ બાંધેલી નવી હોસ્પિટલ વિશે ઉત્સાહપૂર્વક વાત કરે છે. બોરિવલીની આ હોસ્પિટલ સમાજના વંચિત વર્ગ માટે સમર્પિત છે. એમાં ડાયાલિસિસ જેવી સેવાઓ નિશુલ્ક પૂરી પાડવામાં આવે છે. ગરીબોને દવા અને અન્ય પ્રકારની તબીબી સહાય પણ ખૂબ ઓછા ખર્ચે પૂરી પાડવામાં આવે છે.

એ વિશે વધુ માહિતી આપતા તેઓ કહે છે, અમે આ હોસ્પિટલ ખોલ્યાને ફક્ત ૭ મહિના થયા છે અને આટલામાં તો અમે ૪૦૦૦ ડાયાલિસિસ કરી ચૂક્યા છીએ. એ ઉપરાત દરેક વીક-ઍન્ડમાં રસ્તા પરના ૫૦૦૦ લોકોને ભોજન કરાવવામાં આવે છે દર મહિને લગભગ ૧૬૦૦ લોકોને વિનામૂલ્ય કરિયાણું ભરી આપવામાં આવે છે તથા માંદા માણસોને વ્હીલચેર, દવા વગેરે સહિતની તબીબી સહાય પૂરી પાડવામાં આવે છે.

એટલું જ નહીં લાખાણી ડોન્ટ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ, ધુમ્રપાન વિરોધી અભિયાન, ગુટકામુકિત અભિયાન, રોડ ક્રોસિંગમાં સલામતી, મહિલા સશિGતકરણ, બેટી પઢાઓ બેટી બચાઓ,જેવા સામાજિક કાયાર્ેમાં મફત સેવા પણ આપે છે. તેઓ મુંબઇ અને કાનપુરમાં પણ તમામ પ્રકારના સામાજિક કાયાર્ે સાથે સંકળાયેલા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here