સિદ્ધાર્થ કપૂર રૉય, રૉની સ્ક્રૂવાલાની રાજા ક્રિશ્ના મેનન દિગ્દર્શિત ફિલ્મ પિપ્પાની પૂર્ણાહુતિની પાર્ટીનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું. જેમાં ઇશાન ખટ્ટર ફોટોગ્રાફર સાથે મળી દિગ્દર્શક રાજા ક્રિશ્ના મેનન સાથે મજાક-મસ્તી કરતો જોવા મળ્યો. આ પ્રસંગે મૃણાલ ઠાકુરે પણ ફોટોગ્રાફરોને દિલથી પૉઝ આપ્યા હતા.
પિપ્પાની વાર્તા 1971ના યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર યુવાન બ્રિગેડિયર બલરામ સિંહ મહેતા પર આધારિત છે. હકીકતમાં બલરામ સિંહ મહેતાએ લખેલાં પુસ્તક ધ બર્નિંગ ચાફીઝ પર આધારિત પિપ્પા વૉર ડ્રામા ફિલ્મ છે. ફિલ્મનું શૂટિંગ નાસિક, પુણે, મુંબઈ અને પશ્ચિમ બંગાળના અમુક જિલ્લાઓમાં કરવામાં આવ્યુ છે.
આરએસવીપી અને રૉય કપૂર ફિલ્મ્સ દ્વારા નિર્મિત, રાજા ક્રિશ્ના મેનન દિગ્દર્શિત ફિલ્મ પિપ્પાનું સંગીત એ. આર. રહેમાનનું છે. જ્યારે કલાકારો છે ઇશાન ખટ્ટર, મૃણાલ ઠાકુર, પ્રિયાંશુ પૌયુંલી અને સોની રાઝદાન. વૉર ડ્રામા પિપ્પા 9 ડિસેમ્બર, 2022ના રિલીઝ થઈ રહી છે.